GSTV
Home » News » કેદારનાથની એક્ટ્રેસ સારા એ કર્યો ખુલાસો, ફિલ્મ સાઈન કર્યા પહેલા જોવે છે વસ્તુ

કેદારનાથની એક્ટ્રેસ સારા એ કર્યો ખુલાસો, ફિલ્મ સાઈન કર્યા પહેલા જોવે છે વસ્તુ

કેદારનાથ અને સિમ્બા ફેમ એક્ટ્રેસ સારા અલી ખાન ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ટોપ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. સારા હંમેશાં તેના ડ્રેસિંગ સેન્સ અને ફોટાને લઈને લાઈમલાઈટમાં રહ્યા કરે છે.

બોલિવૂડમાં સફળ ડેબ્યૂ પછી સારાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે એક એક્ટર માટે સૌથી જરૂરી વસ્તુ કઈ છે? તેણે એક ઈન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે, ફિલ્મ સાઈન કરતાં પહેલા તો પોતાના રોલમાં શું જોવે છે? સારા કહે છે, હું મારા કરિયરને એક નવા ચેપ્ટર તરીકે જોવું છું. મારા માટે એક્ટિંગ મહત્ત્વની છે.

મારા મતે સારું કામ કરવું અને તેના ફેમને યાદ રાખવું બહુ જરૂરી છે. એક વસ્તુ છે જે મારા માટે બહુ જ મહ્ત્ત્વની છે અને તે છે વિશ્વાસ. પછી તે ફિલ્મમાં મારો રોલ હોય, મારા ડાયરેક્ટ, મારી સ્ક્રિપ્ટ, દરેક વસ્તુમાં વિશ્વાસ હોવો જરૂરી છે. સારાના કરિયરની વાત કરીએ તો તેણએ ભણવાનું પૂરું કરીને બોલિવૂડમાં પગલાં માડ્યા છે.

સારા અત્યારે ઈમતિયાઝ અલીના ડાયરેક્શન પર બનનારી ફિલ્મ લવ આજ કલ 2નું શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સારાની સાથે લીડ રોલમાં કાર્તિક આર્યન પણ છે. સારા અને કાર્તિકની આ ફિલ્મ 2020માં વેલેન્ટાઈન ડે પર રિલીઝ થશે. એ ઉપરાંત સારા ડેવિડ ધવનની ફિલ્મ કુલી નંબર-1માં વરુણ ધવન સાથે જોવા મળશે.

Read Also

Related posts

ઈવાંકાને આટલો સ્ટાલિસ્ટ લૂક આપવા પાછળ કોનો હાથ છે, ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે આ તસ્વીરો

Pravin Makwana

ક્રોધમાં લાલ-પીળી થઈ સારા અલી ખાન, વીડિયોમાં કહ્યુ મારા બોયફ્રેન્ડને….

Ankita Trada

હાર્દિક પંડ્યાની મંગેતરે પોતાના એક્સ બોયફ્રેન્ડને આપી જન્મદિવસની શુભકામના, હજુ પણ જાળવી રાખ્યો છે મૈત્રીનો સંબંધ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!