બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ માલદીવમાં હોલીડે મનાવી રહી છે. સારાએ પોતાના વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં સારાનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે લોકો એવુ જ વિચારે છે કે બોલીવુડ સ્ટાર્સ મોંઘાદાટ ડ્રેસ પહેરે છે પરંતુ હંમેશા એવુ નથી હોતુ. તમે સારાની આ ડ્રેસની કિંમત જાણશો તો તમને પણ આ ડ્રેસ ખરીદવાનું મન થઇ જશે.

સારાએ આ વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ડ્રેસની કિંમત આશરે 15,950 રૂપિયા છે. આ કિંમત એટલી છે કે જો તમે પણ ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી રહ્યાં હોય તો તમે પણ ખરીદી શકો છો.

સારા અલી ખાને પોતાના આ વેકેશન માટે ડિઝાઇનર શિવાન અને નરેશનુ કુર્ત કલેક્શન પસંદ કર્યુ છે. તેણે આ દરમિયાન Kurt Silk Icono Scarf પહેર્યુ છે. સારાને આ વેકેશન પર તાન્યા ઘાર્વીએ તૈયાર કરી છે.

કામની વાત કરીએ તો સારા અલી ખાન તાજેતરમાં જ વરુણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વનમાં નજરે આવી હતી. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ દર્શકોને કંઇક ખાસ પસંદ નથી આવી.

જણાવી દઇએ કે સારા અલી ખાને 2018માં કેદારનાથ ફિલ્મથી બોલીવુડ ડેબ્યૂ કર્યુ. તે બાદ તે રણવીર સિંહ સાથે સિમ્બામાં નજરે આવી. આ ફિલ્મ ઘણી ચાલી. આ ઉપરાંત સારા અલી ખાન પોતાની આવનારી ફિલ્મ ‘અતરંગી રે’ના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અક્ષય કુમાર લીડ રોલમાં નજરે આવશે.
Read Also
- વિદેશ મંત્રીએ દોઢ કલાક ચીનના મંત્રી સાથે ફોન પર કરી વાત, કહ્યું ‘સંઘર્ષના તમામ સ્થળોથી’ ડિસેન્ગેજમેન્ટ ‘જરૂરી
- ઓહ નો/ એક મેચ બાદ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લાગી શકે છે 2 વર્ષનો પ્રતિબંધ : ICCના આવા છે નિયમો, ભાજપને લાગશે ઝટકો
- અમદાવાદ: કોરોનાના નવા 71 કેસો નોંધાયા, 16 સ્થળ માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર: સાવધાની જરૂરી!
- મુકેશ અંબાણીની સુરક્ષામાં બમણો વધારો: ધમકી ભરેલી ચિઠ્ઠી અને જીલેટીનનું નાગપુર કનેક્શન
- OTT પ્લેટફોર્મ પર બતાવામાં આવી રહી હતી અશ્લીલ ફિલ્મો, સરકારની ગાઈડલાઈંસથી ક્રાઈમ બ્રાંચ ખુશ