GSTV
Bollywood Entertainment Trending

સારા અલી ખાનનો વીડિયો વાયરલ, માધુરીનાં સુપરહિટ ગીત પર કર્યો ડાન્સ

સારા અલી ખાનને બૉલીવુડમાં ફક્ત એકજ વર્ષ ભલે થયુ હોય પરંતુ તેના ચાહકોમાં કોઈ કમી આવી નથી. ફક્ત સારાની એક્ટિંગ જ નહી પરંતુ તેનો અંદાજ પણ લોકોને ઘણો પસંદ પડી રહ્યો છે. એક્ટ્રેસના ફેન ફોલોઈંગ ઘણી તેજીથી વધી રહ્યા છે. હાલનાં દિવસોમાં સારાના અમુક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર છવાયેલાં છે. જેમાં સારા ડાંસ કરતી દેખાઈ રહી છે. સારા માધુરી દિક્ષિતનાં ફેમસ ગીચ એક, દો, તીન પર નાચતી દેખાઈ રહી છે. ફેન્સને પણ સારાનો ડાન્સ ઘણો પસંદ પડી રહ્યો છે.

વીડિયોમાં સારા અલી ખાન વ્હાઈટ આઉટફીટમાં દેખાઈ રહી છે. અને માધુરીના પોપ્યુલર ટ્રેક એક, દો તીન પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ વીડિયો હાલમાં થયેલાં એક એવોર્ડ સમારંભનો છે. તેના સિવાય વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે પોતાના ગીત આંખ મારે પર ડાન્સ કરી રહી છે. હૂટિંગ અને તાલીઓનાં ગડગડાટથી આ વાતનો અંદાજ લગાવી શકાય છે કે સારાના ડાન્સને ત્યાં હાજર દર્શકો ખૂબ એન્જોય કરી રહ્યા છે.

હાલમાં સારા અલી ખાન કુલી નંબર 1ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનાં એક શેડ્યૂલનું શૂટિંગ હાલમાં જ પુરુ થયુ છે. સારાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. અને સાથે જ તેના મેકઅપ દરમ્યાનનાં તેના ફોટા શેર કર્યા હતા.

કુલી નંબર 1 વર્ષ 1995માં આવેલી ડેવિડ ધવનની ફિલ્મની રિમેક છે. તેમાં ગોવિંદા લીડ રોલમાં હતા. અને પોતાની કોમેડીથી લોકોને ખૂબ હસાવ્યા હતા. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમ્યાન વરૂણ ધવને સારા સાથે પોતાના બોન્ડિંગ વિશે વાત કરતાં કહ્યુ હતુકે, જ્યારે બંને સાથે હોય છે ત્યારે બંને પાગલો જેવા કામ કરે છે.

READ ALSO

Related posts

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

સાયબર ફ્રોડ / ગઠિયાઓ આ અલગ અલગ કારણો આપી લોકોને બનાવે છે છેતરપિંડીનો શિકાર

Akib Chhipa
GSTV