Movie Review : ‘કેદારનાથ’ જોવાનો હોય પ્લાન, તો પહેલાં જાણો કેવી છે સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ

અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ કેદારનાથ રિલિઝ થઇ દઇ છે. આ ફિલ્મમાં, સુષંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દ્વારા, સારા અલી ખાન બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.

સ્ટોરી

શરૂઆતમાં તે જ સામાન્ય લવ સ્ટોરી જોવા મળે છે કે પહેલા હીરો-હિરોઇનને પ્રેમ થાય છે અને તે પછી તેમના અલગ ધર્મોના કારણે તેમણે અલગ થવું પડે છે પરંતુ ફિલ્મનો ક્લાઇમેક્સ ફિલ્મમાં જીવ રેડી દે છે. વીએફએક્સ ગ્રાફિક્સની મદદથી કેદારનાથમાં આવેલી તબાહીને ખૂબ જ રોમાંચક રીતે દર્શાવવામાં આવી છે.

એક્ટિંગ


સારા અલી ખાને બોલીવુડમાં પોતાના ડેબ્યૂ પ્રમાણે સારી એક્ટિંગ કરી છે. જે સીનમાં તે હોય છે તે સીનમાં તે જીવ રેડી દે છે. સારાએ પોતાની એક્ટિંગથી જણાવી દીધું છે કે તે જેટલી સુંદર છે તેટલી જ સારી તે એક્ટર છે. જે રીતે તે કેમેરાને ફેસ કરી રહી છે તે જોઇને નથી લાગતું કે આ તેની પહેલી ફિલ્મ છે.

તેવામાં સુશાંત સિંહની વાત કરીએ તો તેણે પણ ફિલ્મમાં સારુ કામ કર્યુ છે. સુશાંતની મહેનત ફિલ્મમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પરંતુ સુશાંત અગાઉ ‘એમએસ ધોની’ ફિલ્મમાં કમાલની ક્ટિંગ કરી ચુક્યો છે તેથી તેની પાસેથી દર્શકો વધુ આશા રાખી રહ્યાં છે.

કમાલની VFX ઇફેક્ટ્સ

ફિલ્મમાં વીએફએક્સ ઇફેક્ટ્સનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્લાઇમેક્સમાં જે રીતે વીએફએક્સ દ્વારા કેદારનાથની તબાહી દર્શાવવામાં આવી છે તેને જોઇને 2013માં કેદારનાથમાં 2013માં થયેલી ભયંકર તબાહીની તમને યાદ આવી જશે.

નબળા પાસા

જો તમારે સિંપલ લવ સ્ટોરી ન જોવી હોય તો કદાચ આ ફિલ્મ તમને બોરિંગ લાગશે.

મજબૂત કડી

લવ સ્ટોરી સાથે જો તમારે કેદારનાથના ભયંકર દ્રશ્યો મોટા પડદે જોવા હોય તો તમે આ ફિલ્મ જોઇ શકો છે. સારા લી ખાનની એક્ટિંગ પણ તમને પસંદ આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter