GSTV
Home » News » ‘હૉટ એન્ડ ફિટ’ બનવા સારાએ મલાઇકા પાસેથી લીધી ટિપ્સ, વર્કઆઉટ Video જોઇને છૂટી જશે પરસેવો

‘હૉટ એન્ડ ફિટ’ બનવા સારાએ મલાઇકા પાસેથી લીધી ટિપ્સ, વર્કઆઉટ Video જોઇને છૂટી જશે પરસેવો

મલાઇકા અરોરા અને સારા અલી ખાન અવારનવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે. ફિટ રહેવા માટે જિમમાં આ એક્ટ્રેસીસ કેટલી મહેનત કરે છે તેનો નજારો અમે તમને બતાવવા જઇ રહ્યાં છીએ.

મલાઇકા અને સારાના જિમ વર્કઆઉટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં બંને સુંદરીઓ મુશ્કેલી પાઇલેટ્સ કરતી નજરે પડી રહી છે. આ વીડિયો તેના જીમ ટ્રેનરે શેર કર્યો છે જેમાં સારા અલી ખાન અને મલાઇકા તનતોડ મહેનત કરી રહી છે. જિમ સેશન દરમિયાન મલાઇકા શોર્ટ્સ અને બ્લેક સ્પોર્ટસ ટૉપમાં છે જ્યારે સારા પિંક નૉટ વાળા ટૉપ સાથે પ્રિન્ટેડ શૉર્ટ્સમાં નજરે પડી રહી છે.

જણાવી દઇએ કે મલાઇકા અરોરા હાલ અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે અને તેની સાથે તે કોઇને કોઇ ઇવેન્ટમાં સ્પોટ થતી હોય છે. મલાઇકા અરોરા અને અર્જુન કપૂરના અફેરને લઇને ઘણા સમાચાર આવી રહ્યાં છે.

જોકે, બંનેમાંથી કોઈ પણ વ્યક્તિએ અત્યાર સુધી આ રિલેશનશીપ પર કશું કહ્યું નથી, પરંતુ થોડા દિવસ પહેલા સંજય કપૂરના ઘરે ન્યૂ યરની પાર્ટીમાં મલાઇકા અને અર્જુનની જેટલી તસ્વીરો સામે આવી છે, આ તસ્વીરો ઘણુ બધુ કહી જાય છે. જોકે, આ બંનેની તસ્વીરો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.

જો સારાની વાત કરીએ તો ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી સારા અલી ખાન આજકાલ ચર્ચામાં રહે છે. લોકો તેની ખૂબસુરતીના કાયલ તો છે જ પરંતુ તેણે પોતાના વ્યવહારથી સૌકોઇને ઇમ્પ્રેસ કરી દીધાં છે. તાજેતરમાં જ રીલીઝ થયેલી તેની ફિલ્મ સિમ્બા સ્ક્સેસફુલ રહી છે અને હાલ સારા આ સફળતાને એન્જોય કરી રહી છે.

Read Also

Related posts

વડોદરાનો અનોખો ચોર, દિવસે કરતો મજૂરી ને રાત્રે કરતો આ ખાસ પ્રકારની સાયકલની ચોરી

Nilesh Jethva

વિરાટ સાથે જ્યારે પણ મળીશ ત્યારે BCCIનાં અધ્યક્ષ તરીકે કરીશ વાત- ગાંગુલી

pratik shah

ડીન એલ્ગરના માથા પર લાગી ઉમેશ યાદવની બાઉન્સર, બેટિંગ કરવા આવ્યો સબ્સ્ટિટ્યૂટ 

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!