GSTV
Home » News » સારા અલી ખાન આ ખાસ વ્યક્તિ સાથે મનાવશે વેલેન્ટાઈન ડે, જાતે જ કર્યો આ વાતનો ખુલાસો

સારા અલી ખાન આ ખાસ વ્યક્તિ સાથે મનાવશે વેલેન્ટાઈન ડે, જાતે જ કર્યો આ વાતનો ખુલાસો

કાર્તિક આર્યન અને સારા અલી ખાન અભિનીત ફિલ્મ ‘લવ આજકાલ’ નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે અને ચાહકોને તે ખૂબ પસંદ પણ આવી રહ્યુ છે. આ ફિલ્મ એક લવસ્ટોરી છે અને આવતા મહિને રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર લોંચ સમયે સારા અને કાર્તિકે પોતાનો વેલેન્ટાઇન ડે પ્લાન રજૂ કર્યો છે. કાર્તિક આર્યને કહ્યું છે કે તેઓ વેલેન્ટાઇન ડે પર તેની આગામી ફિલ્મ ‘લવ આજ કાલ’ સારા અલી ખાન સાથે જોશે, જે આ ફિલ્મની સહ-અભિનેત્રી પણ છે.

ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં બંને કલાકારો પહેલીવાર સાથે જોવા મળશે. અફવા છે કે બંને રીઅલ લાઈફમાં પણ એક બીજાને ડેટ કરી રહ્યા છે. મુંબઈમાં તેની ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ દરમિયાન કાર્તિકે ખુલાસો કર્યો કે તે આ ફિલ્મ સારાની સાથે જોશે.

કાર્તિકે તેની વેલેન્ટાઇન ડેની યોજનાને જાહેર કરતાં કહ્યું કે, “અમે (સારા અને કાર્તિક) સાથે મળીને એક ફિલ્મ જોવા જઈશું. અમે ‘લવ આજકાલ’ જોઈશું. તે એક ડેટ નાઈટ છે. 13 કે 14 ફેબ્રુઆરીએ અમે સાથે મળીને ફિલ્મ જોશું “

તમને અહીં જણાવી દઇએ કે ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં પહેલા જ કાર્તિક અને સારાની નિકટતાના સમાચાર બહાર આવવા લાગ્યા હતા. જોકે, થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે હવે બંને સાથે નથી. તે બીજી વાત છે કે આ બંનેએ ક્યારેય તેમના સંબંધોને મિત્રતા કરતા વધારે વર્ણવ્યાં નહીં.

READ ALSO

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Mayur Vora

1 એપ્રિલથી બદલાઇ રહ્યાં છે આ 4 મોટા નિયમો, જાણી લો નહીંતર ભરાશો

Bansari

મિત્ર મોદી સાથે જગત જમાદારની મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!