બોલિવૂડનો હેન્ડસમ એક્ટર કાર્તિક અને બ્યૂટિફુલ એક્ટ્રેસ સારા અલી ખાન તેમના કરિયરમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. બંને એક્ટ્રેસની વચ્ચે મુલાકાતો વધતી જાય છે. કારણ છે કે જે રીતે તેમનું કરિયર આગળ વધી રહ્યું છે, એજ રીતે તેમનું ફેન ફોલોઈંગ પણ વધી રહ્યું છે.

અને બંને જ્યાં પણ જાય ત્યાં તેમના ફેન તેમને ઘેરી વળે છે. સાથે બીજી પણ ચર્ચા છે કે કાર્તિક અને સારાના વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. ઈદના તહેવાર પર બંને ચહેરા પર કપડાં વડે પોતાનું મો છુપાવીને ફરી રહ્યા છે. બંને ઘણી વાર સાથે જોવા મળ્યા છે. કેટલીક વાર તો બંને છુપાઈને મળતા પણ જોવા મળ્યા છે. એક વાર ફરી બંને આ અંદાજમાં જોવા મળ્યા છે.

બંને ફોટામાં મસ્જિદની સામે ઊભેલા જોવા મળે છે. પરંતુ તેમના ગેટઅપના કારણે કોઈ તેમને ઓળખી શક્યું નથી. કાર્તિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે. અને નીચે કેપ્શનમાં ઈદ મુબારક લખ્યું છે. કાર્તિક અને સારા ફિલ્મમાં સાથે કામ કરશે. આ ફિલ્મ લવ આજકાલની રિમેક છે.
જણાવીએ કે કરણના ચેટ શોમાં સારા અલી ખાને કહ્યું હતું કે, કાર્તિક તેમને બહુ ક્યૂટ લાગે છે, અને તે એને ડેટ કરી રહી છે. દિલ્લીમાં શૂટિંગ વખતે બંને ડેટ પર ગયા હતા અને તેની તસવીરો પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
Read Also
- OpenAIથી દેશને કેવી રીતે ફાયદો થશે: ChatGPTના સંશોધક સેમ ઓલ્ટમેને PM મોદી સાથે કરી વાતચીત
- BS6 કાર હજુ પણ વેચાઈ રહી છે આડેધડ, તેમનું રજિસ્ટ્રેશન કેવી રીતે થઈ રહ્યું છે?
- અવકાશમાં જવાથી મગજ પર થાય છે ખરાબ અસર, કેન્સરનું પણ વધે છે જોખમ: નાસાના અભ્યાસમાં તારણ
- Donald Trump: વધુ એક કેસમાં ફસાયા ડોનાલ્ડ ટ્રમ્પ, ગોપનીય દસ્તાવેજો પોતાની પાસે રાખવાના મામલે ચાલશે કેસ
- ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર