GSTV

દિવાળી પાર્ટીમાં એક્સ બોયફ્રેન્ડ સાથે ડાન્સ કરતી જોવા મળી સારા, કાર્તિક નહીં પણ આ વ્યક્તિ સાથે દેખાઈ કેમેસ્ટ્રી

Last Updated on November 1, 2019 by Mayur

સારા અલી ખાને બોલિવુડમાં ખૂબ ઓછા સમયમાં પોતાની એલગ ઓળખ ઉભી કરી લીધી છે. ફિલ્મો ઉપરાંત સારા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં સારા પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથે દિવાળી સેલિબ્રેટ કરવાના કારણે ચર્ચામાં છે.

એક્સ સાથે ડાન્સ કરતી જોવા મળી સારા

સૂત્રોના જણાવ્યા અનુસાર અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરની પાર્ટીમાં સારા અલીખાન પોતાના એક્સ બોયફ્રેન્ડ વીર પહારિયાની સાથે જોવા મળી. પાર્ટીમાં બન્ને વચ્ચે લાંબા સમય સુધી વાતચીત થઈ. તે સમયે બન્ને ખૂબ કંફર્ટેબલ જોવા મળી રહ્યા હતા. સારાએ વીરની સાથે ડાન્સ પણ કર્યો.

કોણ છે સારાનો એક્સ બોયફ્રેન્ડ?

સારાએ આ પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે પોતાના એક્સ બોયફ્રેન્ડ સિવાય પહેલા કોઈને ડેટ નથી કર્યું. તમને જણાવી દઈએ કે સારાનો એક્સ બોયફ્રેન્ડ દેશના પૂર્વ ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેના પૈત્ર વીર પહાડિયા છે.

કેમ અલગ થયા સારા અને વીર?

સારાએ જણાવ્યું હતું કે, ‘વીર પહાડિયા જ એક એવા વ્યક્તિ છે જેને મે ડેટ કર્યું છે, તેના સિવાય આજ સુધી મે કોઈ પણ વ્યક્તિને ડેટ નથી કર્યું.’ સારાએ વીર વિશે વધુ ખુલાસા કરતા કહ્યું હતું કે- ‘અમારા સંબંધમાં કોઈ એવી મુશ્કેલી કે કોઈ તકલીફ ન હતી આવી અને વીરે મારુ દિલ પણ ન હતુ તોડ્યું, એક સારા મોડ પર અમે બન્નેએ પોતાની મરજીથી આ રિલેશન પૂર્ણ કરી દીધુ હતુ.’

બોલિવુડમાં આવ્યા પહેલા સારા અલી ખાન વર્ષ 2016માં વીર પહાડિયાની સાથે રિલેશનશિપમાં હતી અને એક વર્ષ બાદ તેની સાથે રિલેશન તૂટી ગયુ હતું. વીરે રિલેશનશિપ વખતે સારાને રિંગ પણ આપી હતી.

Read Also

Related posts

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel

જાણવા જેવું: ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર બનેલું છે વાઈ-ફાઈનું નિશાન, તો જાણી લો તેનાથી શું થાય છે ફાયદા અને નુકસાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!