GSTV
Home » News » રાંઝણા-2માં સોનમ કપૂરની જગ્યાએ આ એક્ટ્રેસની થઈ પસંદગી, ધનુષ બરકરાર

રાંઝણા-2માં સોનમ કપૂરની જગ્યાએ આ એક્ટ્રેસની થઈ પસંદગી, ધનુષ બરકરાર

આનંદ એલ રાયની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. હવે દિગ્દર્શક પોતાની આગામી ફિલ્મની યોજના કરી રહ્યો છે. જેમાં તેણે સારા અલી ખાન અને ધનુષને સાઇન કર્યા છે.

આ એક રોમેન્ટિક ફિલ્મ હશે. જે આનંદની ‘રાંઝણા’ની સિકવલ હશે. આ ફિલ્મમાં આનંદે સારા અને દક્ષિણના સ્ટાર ધનુષને મુખ્ય પાત્રમાં લીધા છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતુ ંકે, ” આ ફિલ્મ ફક્ત સિકવલ જ નહીં હોય, પરંતુ વાર્તાને આગળ ધપાવશે. જે રીતે આનંદે ‘તનુ વેડ્સ મનુ’ની ફ્રેન્ચાઇઝી સાથે કર્યું હતું તે જ રીતે તે આ ફિલ્મ બનાવાનો છે. 

આ ફિલ્મનો થીમ ‘રાંઝણા જેવો જ હશે. પરંતુ ફિલ્મને નવી તાજી વાર્તા અને નવા પાત્રો સાથે બનાવામાં આવશે. આ ફિલ્મનું નામ કદાચ ‘રાંઝણા ટુ’ આપવામાં આવે.

ધનુષ આ ફિલ્મ દ્વારા જ ૨૦૧૩માં બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આ સિકવલમાં હૃતિક રોશન પણ કામ કરે તેવી ચર્ચા છે. જોકે સૂત્રે આ વાતને કમ્ફર્મ કરી નથી.

Read Also

Related posts

હોલીવુડ સ્ટાર બ્રાડ પીટને આવી ચંદ્રયાન-2ની યાદ, એસ્ટ્રોનોટને પૂછ્યું શું તમે વિક્રમ લેન્ડરને જોયું?

pratik shah

આંખો પર વિશ્વાસ નહી થાય, ‘થ્રી ઇડિયટ્સ’ના વાયરસની જેમ એક જ સમયે બંને હાથે લખવાની અનોખી પ્રતિભા ધરાવે છે આ ટેણકી

Bansari

આ ભાઈના માપનું હેલ્મેટ જ નથી, પોલીસ પણ મૂંઝવણમાં ચલણ કાપવું કે નહીં…?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!