સારા અલી ખાન અને કાર્તિક આર્યન બોલિવુડના રાઈઝીંગ સ્ટાર છે. બન્નેએ ગયા વર્ષે જ ફિલ્મ લવ આજ કલમાં એક બીજા સાથે કામ કર્યુ હતું. ત્યારથી તેમના અફેરની ચર્ચા થઈ રહી હતી. જોકે તેમણે આ વાતનો ક્યારેય સ્વીકાર નથી કર્યો પરંતુ તેમને ઘણી વખતે સાથે સ્પોર્ટ કરવામાં આવ્યા છે. હવે બિટાઉનના આ એક્સ-કપલ્સે એક-બીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.
સારા અને કાર્તિકના અફેરને લઈને જબરદસ્ત ચર્ચા ચાલી
જ્યાં ક્યારેક સારા અને કાર્તિકના અફેરને લઈને જબરદસ્ત ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ હવે તે બન્નેએ એક બીજાને અનફોલો કરી સોશિયલ મીડિયા પર ફેન્સને ચોંકાવી દીધા છે. જોકે આ રીતે સોશિયલ મીડિયા પર તેમણે એક બીજાને કયા કારણે અનફોલો કર્યો તે વિશે હજુ કોઈ જાણકારી નથી મળી. પરંતુ તેના પરથી હવે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે કે સારા અને કાર્તિક વચ્ચે હાલ કંઈક સારૂ નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો
વાત કરીએ વર્કફ્રન્ટની તો કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મોમાં ભુલ ભુલૈયા 2, દોસ્તાના 2 છે. ભુલ ભુલૈયા 2થી કાર્તિકનો લુક પણ બહાર આવી ચુક્યો છે. આ ફિલ્મને લઈને ખૂબ બઝ બન્યો છે.
Read Also
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો