હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ કેમેરાની સામે જ્યારે પણ ઠુમકા લગાવે છે તો જોનારાના હોશ ઉડાવી દે છે. તેના એકએક ઠુમકા પર દિલ દઈ બેસે છે. એના કારણે જ સપનાના ડાન્સ વીડિયોને લાખો કરોડો વ્યૂઝ મળે છે. તો હવે સપના ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોતાનું નવું ગીત હલવા શરીર રીલિઝ કર્યું છે. આ ગીતમાં સપના વાદળી રંગની ઘાઘરા ચોળી પહેરીને ગામમાં એવો ડાન્સ કરી રહી છે કે તેને જોઈને ફેન્સના દિલની ધડકનો સતત વધી રહી છે. સપના ચૌધરીએ આ ગીતને જેવું શેર કર્યું તો ફેન્સ અનેક પ્રકારની કમેન્ટ કરવા લાગ્યા છે.

ઘાઘરા ચોળીમાં કહેર વરસાવ્યો
આ વખતે સપના ચૌધરીએ વાદળી રંગના ઘાઘરા ચોળી પહેરીને એવી રીતે નાગનિન જેમ લહેરાવીને ડાન્સ કરતી નજરે પડી કે ફેન્સને પોતાનું દિલ કાબુમાં લેવું ભારે પડી ગયું. સપના વીડિયોમાં ઘરમાંથી બહાર નીકળતી નજરે આવી રહી છે અને ચુંદડી લહેરાવીને એવો ડાન્સ કરી રહી છે કે વીડિયોમાં સપનાની મસ્ત મસ્ત અદાઓને જોઈને ફેન્સનું દિલ ડોલી ગયું.
હલવા શરીર ગીત વાયરલ
સપના ચૌધરીએ પોતાના લેટેસ્ટ વીડિયોમાં હલવા શરીર ગીત પર ઠુમકા લગાવતી નજરે આવી રહી છે. આ વીડિયો શેર થતાં જ ફેન્સ પ્રેમ વરસાવવા લાગ્યા. આ વીડિયોને ઈંસ્ટાગ્રામ પર શેર કરીને સપના ચૌધરીએ કેપ્શનમાં લખ્યું હલવા શરીર.. સપનાના આ વીડિયો પર ફેન્સ કમેન્ટમાં ફાયર આઈકોન શેર કરી રહ્યા છે.
જણાવી દઈએ કે સપનાના ઈંસ્ટાગ્રામ પર 5.5 મિલિયન ફોલોઅર્સ છે. ફોલોઅર્સની સંખ્યા જોઈને તમે એ વાતનો અંદાજો લગાવી શકો છો કે તે સોશિયલ મીડિયા પર કેટલી પ્રસિદ્ધ છે. સપના સતત સોશિયલ મીડિયા પર એક એકથી ચડિયાતા વીડિયો શેર કરી રહી છે. જે પલક ઝપકતાં જ વાયરલ થઈ જાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી