GSTV
Home » News » Viral થયું સપના ચૌધરીનું ગીત તૂ મેરી મુમતાજ, જોવા મળ્યો સપનાનો અનોખો અંદાજ

Viral થયું સપના ચૌધરીનું ગીત તૂ મેરી મુમતાજ, જોવા મળ્યો સપનાનો અનોખો અંદાજ

વેલેન્ટાઈન ડે વીક પર સપના ચૌધરીના કેટલાંક ગીતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. તો પ્રોમિસ ડેના અવસરે સપનાનુ ગીત તુ મેરી મુમતાજ યૂ-ટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. અહીં તમને જણાવવાનુ કે સપના ચૌધરીએ હાલમાં ફિલ્મ દોસ્તીના સાઈડ ઈફેક્ટ્સ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કર્યુ છે.

સપના ચૌધરીના આ ગીતને યૂ-ટ્યુબ પર 70 લાખથી વધારે વ્યૂજ મળ્યા છે. આ ગીતને ટીઆર પાનીપતે ગાયુ છે. વીડિયોમાં સપના ચૌધરી ઓરેન્જ કલરના સલવાર અને સૂટમાં જોવા મળી રહી છે. આ ગીતના બોલ છે- મેં તેરા શાજહાં તૂ મેરી મુમતાજ.

ઉલ્લેખનીય છે કે બિગ બૉસ બાદ સપનાની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગ્યા છે. હવે તેણી હરિયાણા સિવાય મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહાર અને નેપાળમાં પણ પરફોર્મ કરી રહી છે. હાલમાં સપના ચૌધરીએ મધ્ય પ્રદેશમાં પરફોર્મ કર્યુ હતું. જ્યાં ભીડને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

વેલેન્ટાઈન પર શેર કર્યો આ વીડિયો

સપના ચૌધરીએ વેલેન્ટાઈન ડેના અવસરે એક વીડિયો પણ શેર કર્યો છે. સપના ચૌધરી આ વીડિયોમાં એક છોકરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતી દેખાઈ રહી છે. સપનાએ આ વીડિયો એક મોબાઈલ દ્વારા બનાવ્યો છે. વીડિયોમાં સપના ચૌધરી કહી રહી છે, ‘મેં સબકે સામને ઈસ બાત કા ઈકરાર કરતા હું, વો એક ભોલી-સી લડકી હૈ જિસે મેં પ્યાર કરતા હૂં.’ સપનાએ આ અગાઉ ઉન્હે કહ દૂ તુમ્હેં ગીત ગાતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ છે સપનાની અપકમિંગ પ્રોગ્રામની યાદી

સપના ચૌધરીએ પોતાનો અપકમિંગ ડાન્સ પ્રોગ્રામની આખી યાદી સોશિયલ મીડિયામા શેર કરી છે. સપના ચૌધરીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે તેઓ પ્રથમ વખત ઝારખંડની રાજધાની રાંચીમાં પરફોર્મન્સ આપવાની છે. આ પરફોર્મન્સ મોરાબાદી મેદાન રાંચીમાં 12 ફેબ્રુઆરીએ યોજાશે.

સપનાનુ ડાન્સ પર્ફોમન્સ સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે. આ સિવાય સપના ચૌધરી મહારાષ્ટ્રના વિરારમાં પણ પર્ફોમન્સ આપવાની છે. આ પર્ફોમન્સ 9 માર્ચ 2019 યોજાશે. સપના ચૌધરી પોતાની પહેલી ફિલ્મ દોસ્તીના સાઈડ ઈફેક્ટ્સમાં આઈપીએસ ઑફિસરના રોલમાં છે.

READ ALSO

Related posts

હવામાન વિભાગની આવી નવી આગાહી, આ તારીખોમાં પડશે જોરદાર ગરમી

Alpesh karena

BSNL આ પ્લાનમાં આપી રહ્યું છે 25 ગણો વધુ ડેટા, કંપનીએ બદલ્યા ત્રણ પ્લાન

Arohi

આતંકવાદીઓનો ખાતમો કરનાર આ ગુજ્જુ આદિવાસી સૈનિકનું સન્માન જ દેશભક્તિ જોવા પૂરતુ છે

Alpesh karena