સપના ચૌધરીએ સ્ટેજ પર ગુલાબી સૂટમાં ધૂમ મચાવી, ‘અંડે કી ભુર્જી’ પર કર્યો ડાન્સ

દેસી ક્વીન એટલેકે હરીયાણાની ડાન્સર સપના ચૌધરી હાલમાં પોતાના ડાન્સ વીડિયોને લઇને ખૂબ ચર્ચામાં છે. હાલમાં તેનું ‘અંડે કી ભુર્જી’ ડાન્સ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ ગીત એક વર્ષ જૂનું છે, પરંતુ આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. સપનાએ આ વીડિયોમાં ગુલાબી રંગનું સલવાર સૂટ પહેર્યુ છે, જેમાં તેણી સ્ટેજ પર ફૂલ એનર્જી સાથે ધૂમ મચાવી રહી છે.

સપના ચૌધરીના આ ડાન્સ પર તેના ચાહકો ઓળઘોળ થઇ ગયા છે. ‘અંડેની ભુર્જી’ને યૂ-ટ્યૂબ પર અત્યાર સુધી 2 કરોડથી વધુ લોકોએ જોયુ છે. મહત્વનું છે કે આ ગીતને પોતાનો અવાજ આપનાર ગાયક રાહુલ પુથી જી છે. તો ગીતના શબ્દો પણ તેમણે લખ્યા છે. તાજેતરમાં સપનાએ પુલવામા આતંકવાદી હુમલા બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહીં જુઓ ‘અંડે કી ભુર્જી’વાળો આ ધમાકેદાર વીડિયો..

આ સિવાય હાલમાં સપના ચૌધરીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સપના ચૌધરી આર્મીના જવાનો માટે રાગિની ગાઇ રહી છે. આ વીડિયોને પણ તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

સપનાએ આ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ

ગયા વર્ષે સપના ચૌધરી સલમાન ખાનના શો બિગ બોસ 11નો ભાગ હતી. ત્યારબાદ તેને ગ્લોબલ ઓળખ મળી હતી. હાલમાં સપનાએ બૉલીવુડમાં ડેબ્યુ કર્યુ છે. તેમની ફિલ્મ દોસ્તીના સાઇડ ઇફેક્ટ્સ હાલમાં રીલીઝ થઇ છે, જેમાં તેણી આઈપીએસ અધિકારી પ્રતિત થઇ રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter