સપના ચૌધરીએ ધારણ કર્યુ ભગવાન શિવનું રૂપ, રૌદ્ર સ્વરૂપ જોઈ ચાહકો ગભરાયા

હરિયાણાની ડાન્સર અને ગાયક સપના ચૌધરીનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સપના ભગવાન શિવનુ રૂપ ધારણ કરીને રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. તેમના આ રૂપને જોઈને પ્રશંસકો કોમેન્ટ કરીને તેમના આ રૌદ્ર અંદાજ અંગે પરેશાની વ્યક્ત કરી રહ્યાં છે.

સપના ચૌધરીએ એક વીડિયો અમૂક કલાક પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તેણી ભગવાન શિવની જેમ ધૂણી કરીને બેઠી છે. તેમણે ભગવાન શિવજીની જેમ જ જટાઓ રાખી છે અને રૂદ્રાક્ષની માળા ધારણ કરી છે. તેમના ચહેરા પર ગુસ્સો છે અને આંખો લાલચોળ છે. સપનાએ આ વીડિયો શેર કરીને લખ્યું છે- જય મહાકાલ. સપનાના આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે.

સપનાના આ વીડિયો પર તેમના પ્રશંસકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે કોમેન્ટ કરી કહ્યું, તમને શું થયુ છે, તો બીજા યૂઝરે કોમેન્ટમાં મહાકાલનો મંત્ર લખ્યો. અમૂક યૂઝરે તેમના આ વીડિયોને નાપસંદ પણ કર્યો છે. જોકે, સપના પોતાની ટીકાઓની પરવાહ કરતી નથી. ટીકાઓને દૂર રાખીને તેણી આજે આ સ્થાન પર પહોંચી છે.

25 સપ્ટેમ્બર 1990ના રોજ હરિયાણાના રોહતકમાં જન્મેલી સપનાએ બિગ બૉસ સીઝન 11 અને હિન્દી સિનેમામાં ઓળખ બનાવી છે. સપનાએ અમૂક હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં આઈટમ સોન્ગ પણ કર્યા છે. સપના આજે આખા દેશમાં ઓળખ બનાવી રહી છે. આજે ફક્ત હરિયાણા નહીં, પરંતુ યૂપી, બિહાર, મધ્ય પ્રદેશને પોતાના ગીતો પર નાચવા માટે મજબૂર કરી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter