GSTV
Entertainment Television Trending

સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા

સપના ચૌધરીના ડાન્સની ચર્ચા ઉત્તરથી દક્ષિણ સુધી બધે જ ચર્ચાતો રહે છે. સપનાના ડાન્સના અનેક લોકો દિવાના છે. આજે પણ દુનિયા સપનાના એક એક ઠુમકાની દિવાની છે. આ જ કારણ છે કે તેનાસ્જે શોમાં હજારો લોકોની ભીડ એકત્ર થાય છે. સપના ચૌધરીને આજે કોઈ પરિચયની જરૂર નથી. હરિયાણા પૂરતી સીમિત ન રહેતા હવે આખી દુનિયામાં તે પોતાના ડાન્સના ઠુમકાતી ધૂમ મચાવી રહી છે. સપનાએ માત્ર સ્વદેશી જ નહીં પણ વિદેશીઓને પણ તેના ઠુમકાઉપર લોકોને નાચવા મજબૂર કર્યા છે.

14 વર્ષની ઉંમરે સ્ટેજ શો થકી પોતાની એક નવી લાઈફની શરૂઆત કરનારી સપનાએ આજે દુનિયાને પોતાની દિવાની બનાવી છે. 14 વર્ષની ઉંમરે મજબૂરીમાં સ્ટેજ પર ડાન્સ શરૂ કર્યા હતા. પરંતુ તેની પ્રસિદ્ધિ વધતાં ટૂંક સમયમાં જ તે તેની પેશન બની ગઈ. આજે સપનાને સ્ટેજ પર ડાન્સ કરવાનું પસંદ છે.

તે જ સમયે સપનાના ડાન્સના હજારો ચાહકો તેના લટકા ઝટકા અને ડાન્સ જોવા માટે પહોંચી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે સપના ચૌધરી 3 કલાકના એક શો માટે કેટલી ફી લે છે? સપના ચૌધરીના એક શોની ફી જાણીને તમે ચોંકી જશો.

ડાન્સિંગ ક્વિન સપના ચૌધી પોતાના એક શોમાં થોડાક કલાક જ પરફોર્મ કરે છે. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો સપના પોતાના એક શો માટે 25-30 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ ફી ખરેખર આશ્ચર્યજનક છે, પરંતુ સપનાની લોકપ્રિયતા જોતાં આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ નથી. માત્ર સ્ટેજ શો માટે જ નહીં પરંતુ એક મ્યુઝિક વીડિયો માટે પણ સપના ચૌધરી લાખોમાં મોટી ફી વસૂલે છે. એક અનુમાન મુજબ તે એક ગીત માટે 50 લાખ રૂપિયા સુધીની ફી વસૂલે છે. તો સપનાના દરેક ગીતો જબરદસ્ત હીટ થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી

Bansari Gohel

સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો

Damini Patel

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel
GSTV