GSTV

સપના ચૌધરીએ ગુપચુપ કરી લીધી સગાઇ, આ સિંગર સાથે જલ્દી લેશે સાત ફેરા

સપના

હરિયાણાની સ્ટાર ડાન્સર સપના ચૌધરી(Sapna Chaudhry)ના જીવનમાં ટૂંક સમયમાં એક નવો વળાંક આવવા જઇ રહ્યો છે. સપના ચૌધરી પોતાના અનેક ફેન્સનું દિલ તોડીને લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. ચાલો તમને જણાવીએ કે આખરે એ શખ્સ કોણ છે જેના પર સપના પોતાનું દિલ હારી બેઠી છે.

સપના

સપના આ સિંગરને કરી રહી છે ડેટ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હરિયાણાની આ સ્ટાર ડાન્સર હરિયાણાના વીર સાહૂને ડેટ કરી રહી છે. વીરને હરિયાણાના બબ્બૂ માન તરીકે ઓળખવામાં આવે છે. વીર સિંગર અને એક્ટર છે. તેના અનેક મ્યુઝીક વીડિયો વાયરલ થયા છે. બંન્નેના અફેરના ચર્ચા ચારેકોર થઇ રહ્યાં છે. તેવામાં કહેવામાં આવી રહ્યું છે કે બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઇ જશે.

સપના

એક ઇન્ટરવ્યુમાં સપનાએ વીર સાહુના વખાણ પણ કર્યા છે. તેણે વીર સાથે પોતાની પહેલી મુલાકાત વિશે પણ વાત કરી. સપનાએ કહ્યું કે, વીર ખૂબ જ સારો છે. અમારી પહેલી મુલાકાત 2015-16માં એક અવોર્ડ શૉમાં થઇ હતી. પહેલીવાર વીરને જોઇને મને લાગ્યું હતું કે તે ખૂબ જ ખડૂસ છે.

સપના

તે બાદ સપના અને વીરની બીજી મુલાકાત પણ એક અવોર્ડ શૉમાં જ થઇ. ભીડ વધુ હોવાના કારણે વીર અને સપના એકબીજા સાથે વાતચીત ન કરી શક્યાં. ત્રીજી વખત સપનાની જ્યારે વીર સાથે મુલાકાત થઇ તો તેમની વચ્ચે પહેલીવાર થોડી વાતચીત થઇ. સપના હંમેશા વિચારતી હતી કે તે અને વીર એક જ ઇન્ડસ્ટ્રીના છે. તેવામાં વાત કરવામાં શુ ખોટુ છે.

સપના

સપના ચૌધરીએ ગુપચુપ કરી લીધી સગાઇ

તે બાદ વીર અને સપનાની વાત વધવા લાગી. તે એકબીજાને સમજવા લાગ્યા. પછી ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી. તેવી પણ ખબરો આવી રહી છે કે સપના અને વીરની સગાઇ પણ થઇ ચુકી છે. પરંતુ બંનેએ તેની સીક્રેટ જ રાખવાનું નક્કી કર્યુ છે. બંને તરફથી હજુ સગાઇને લઇને કોઇ નિવેદન સામે નથી આવ્યું. સપના અને વીરના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ રહી છે.

એક ઇન્ટરવ્યુમાં વીરે કહ્યું હતું કે સપના ચૌધરી તેના માટે સપના નથી. તેનાથી તે સ્પષ્ટ છે કે બંનેના લગ્નની રાહમાં કોઇ અડચણ નથી. વીરને ઘણીવાર સપના સાથે સ્પોટ કરવામાં આવી છે. હવે ફેન્સ તે ક્ષણની રાહ જોઇ રહ્યાં છે જ્યારે સપના ચૌધરી લગ્ન કરશે. સપનાના લગ્નની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

સપના

જો કે બંને સ્ટાર્સે લગ્નની ખબરો પર મૌન સેવી રાખ્યું છે. જણાવી દઇએ કે સપના ચૌધરી એક શાનદાર ડાન્સર અને સિંગર છે. સપનાને દેશભરમાં ફેમ બિગબૉસથી મળ્યું છે. તેની જર્ની લોકોને ખૂબ પસંદ આવી હતી. શૉમાંથી બહાર આવ્યા બાદ સપનાનું મેકઓવર પણ ખૂબ વાયરલ થયું.

Read Also

Related posts

AIIMSના ડોક્ટરોની ગંભીર ચેતવણી, દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના ત્રીજા સ્ટેજે પહોંચ્યો, સચેત રહો

Bansari

સેક્સ વર્કર્સ માટે આફત બનીને આવ્યો corona : ગ્રાહકો ન મળતાં ખાવાના ફાંફા, હાલત કફોડી

Bansari

ખેડુતો આનંદો! કેન્દ્ર સરકારનો લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે લીધો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!