સપા અને બસપા 76 સીટો પર લડશે ચૂંટણી : આ છે ગણિત, કોંગ્રેસ માટે છોડી 2 બેઠક

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીની પહેલીવાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે . આ પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ જાહેરાત કરી છે કે, સપા અને બસપા 38-38 સીટ પર ચૂંટણી લડશે. જ્યારે અમેઠી અને રાયબરેલીની સીટ અમે અન્ય લોકો માટે છોડી દીધી છે. એટલે કે આ બે સીટ પરથી સપા-બસપાનો કોઈ ઉમેદવાર ચૂંટણી લડશે નહીં. 26 વર્ષ પછી સપા-બસપામાં ગઠબંધન થઈ રહ્યું છે. આ પહેલાં 1993માં થયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સપા-બસપાનું ગઠબંધન થયું હતું.

  • માયાવતી એ કહ્યું કે…4 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાયેલ બેઠકમાં અમે રાજ્યની તમામ 80 લોકસભા સીટો પર ગઠબંધન કરી લીધું છે. તેનો અંદાજો કદાચ ભાજપને આવી ગયો હતો તેના લીધે અમારા સહયોગી અખિલેશ યાદવની છબી ધૂંધળી કરવા માટે જબરદસ્તી તેમનું નામ ખાણ કૌભાંડમાં સામેલ કર્યું.
  • માયાવતીએ કહ્યું કે…રક્ષા ડીલોમાં બંને પાર્ટીઓની ગડબડી છે. પહેલાં કૉંગ્રેસે બોફોર્સ કર્યો અને હવે ભાજપ ટૂંક સમયમાં જ રાફેલ ડીલમાં ગડબડીના લીધે દેશની સત્તામાંથી બહાર જતી રહેવાની છે
  • માયાવતીએ વધુમાં કહ્યું કે…તમે જાણવા માંગશો કે અમે કૉંગ્રેસને આ ગઠબંધનમાં સામેલ કેમ નથી કર્યા? તમે જાણો છો કે દેશની આઝાદી બાદ એક જ પાર્ટીએ ઘણા સમય સુધી રાજ કર્યું છે. તેમની રાજનીતિમાં ગરીબાઇનો વધારો થયો છે, ભાજપ અને કૉંગ્રેસની કાર્યશૈલી અને વિચાર એક જ જેવું નજર આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter