પીએમ મોદી અને શાહની ઊંઘ ઉડી જાય તેવી લખનૌમાં ચાલી રહી છે પ્રેસ કોન્ફરન્સ

લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં બસપા અધ્યક્ષ માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ મોટી જાહેરાત કરી દીધી છે. માયાવતી અને અખિલેશ યાદવ આજે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવ વચ્ચે ગઠબંધન થશે તો સૌથી મોટો ઝટકો કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓને લાગવાનો છે.

ભાજપને આ ગઢબંધનથી 47 બેઠકો ગુમાવવાનો ડર છે. સૌથી વધુ ફટકો ભાજપને પડશે, ગત ચૂંટણીમાં ભાજપ 73 બેઠકો જીત્યું હતું. શાહે ભલે 74 બેઠકો જીતવાનો દાવો કર્યો પણ ભાજપ પણ જાણે છે કે, ઉત્તર પ્રદેશમાં તેને મોટો ફટકા પડશે.

વિપક્ષની એકતાની વાત કરતી કોંગ્રેસના સપના ચૂર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સપા અને બસપા લોકસભાની ચૂંટણી પહેલા અલગ ચોકો રચવાની તૈયારી કરી રહ્યા છે. અને આવતી કાલે બન્ને પાર્ટી આજે ગઠબંધન જાહેર કરી દીધું છે.. સપા અને બસપાના ગઠબંધનમાં કોંગ્રેસને સ્થાન નથી મળવાનું.

જેથી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. સપા અને બસપા 37-37 બેઠક પર ચૂંટણી લડી શકે છે. અમેઠી અને રાયબરેલીની બેઠકને બાદ કરી તમામ બેઠક પર બન્ને પાર્ટી ગઠબંધન કરી ચૂંટણી લડશે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા ગઠબંધન કરવાની સાઠગાઠ કરી રહ્યા હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter