મહિસાગરના સંતરામપુર તાલુકાના હિરાપુર ગામ પાસે બાઇક અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમાર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી દેવાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી (ઉ.20), જયદીપ લાલસિંગ ખરાડી (ઉં.27) અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી (ઉં25) ઘરેથી હીરાપુર ગામ તરફ જવા ગયા હતા. ત્યારે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ એસટી બસ અને બાઇક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણેય લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે ગામના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે મૃતદેહ કબ્જે કરી પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધા છે.
અકસ્માતમાં મૃત્ય પામનાર યુવાનોના પરિવાર જનોને ઘટનાની જાણ થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ યુવાનો અકસ્માતમાં મૃત્યુ પામતા પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. મળતી માહિતી મુજબ અકસ્માત એટલે ભયાનક હતો કે મૃતદેહ અકસ્માતના સ્થળેથી 100 મીટર દૂરથી મળ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં