GSTV

સંતરામપુર ગર્ભપાત કેસ / આરોપીના પતિએ લગાવ્યા સનસનાટીભર્યા આરોપ, હોસ્પિટલના ડોક્ટર દ્વારા સમગ્ર મામલો દબાવવા મહિલાઓ પર પ્રેશર

Last Updated on July 20, 2021 by Zainul Ansari

સંતરામપુરમાં ગર્ભપાત કેસ મામલે આરોપી કાળીબેન સાંગડા અને મુન્નીબેનને કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે કોર્ટમાં રિમાન્ડની માગણી કરતાં કોર્ટે બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂરી કર્યા છે. બંને આરોપી મહિલાના રિમાન્ડમાં કોના નામ ખુલશે તેની પર નજર છે.

જ્યારે આરોપી કાળીબેનના પતિ વિનુભાઇ સંગાડાએ એવો ખુલાસો કર્યો છે કે પ્રિયલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સમગ્ર મામલો દબાવવા મહિલાઓ પર પ્રેશર કરાયું છે. જેમાં કાળીબેનના પતિએ કહ્યું કે પ્રિયલ હોસ્પિટલના ડોકટરે કહ્યું કે હું બહાર રહીશ તો તમને હું જેલમાંથી કાઢીશ.

આ ઉપરાંત કાળીબેનના પતિએ કહ્યું કે ડો.એમ.આર. શાહ ગેરકાયદે ગર્ભપાતનો ધંધો કરતા હતા. આ સાથે વિનુ સંગાડાએ કાળીબેન મીડિયા સાથે વાતચીત કરવા માંગતી હોવાનું પણ કહ્યું. આરોપીના પતિનો આક્ષેપ છે કે નાયબ મુખ્ય મંત્રી સહિત ગૃહ મંત્રીનો આદેશ હોવા છતાં પણ આ સમગ્ર મામલે ભીનું સંકેલાતું હોવાનું નિવેદન આપ્યું છે.

Read Also

Related posts

કામનું/ આધાર કાર્ડને લઇ UIDAIએ આપ્યું મોટું અપડેટ, હવે આધાર ગુમ થવા પર પણ તમને નહિ પડે મુશ્કેલી

Damini Patel

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગઃ તૈયાર થઈ રહ્યા છે 4 માળની ઈમારત જેટલા ઊંચા થાંભલા, જાણો ક્યાં સુધી ચાલશે ટ્રેન

Harshad Patel

ખુશખબર/ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપવામાં ગુજરાત રાજ્ય દેશભરમાં પ્રથમ ક્રમે, જગતના તાતને આટલા હજાર કરોડની અપાઈ સબસિડી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!