GSTV

સાંતેજ દુષ્કર્મ કેસ / ગાંધીનગર કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી જલદી પૂર્ણ કરી ટ્રાયલ, જાણો આરોપીના વકીલે શું કરી દલીલ

સાંતેજ દુષ્કર્મ

Last Updated on December 1, 2021 by GSTV Web Desk

ગાંધીનગર કોર્ટે સાંતેજ દુષ્કર્મના આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવીને આ કેસની ટ્રાયલ જલ્દી પૂર્ણ કરીને દોષિતને સજા ફટકારી છે. પરંતુ આ કેસમાં આરોપીને દોષિત સાબિત કરવા માટે ખૂબજ મોટા પ્રમાણમાં પુરાવા એકત્રિત કરાયા હતા.

સહિતના મહત્વના પુરાવાઓ આ કેસને ઝડપી પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થયા. આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર પોક્સો કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી. જેમાં સરકારી વકીલે ફાંસીની સજાનાં 13 જજમેન્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને 66 પાનાની દલીલો પણ રજૂ કરી હતી.

તો સામે આરોપીના વકીલે દલીલ કરી કે આ કેસમાં સિંગલ વિટનેશ નથી કે કોઈ સાક્ષી નથી. જે કોઈપણ પુરાવા મળ્યા છે તેની સાથે અમે સહેમત છીએ પરંતુ નામદાર કોર્ટને નમ્ર અપીલ છે કે આરોપીને ઓછી સજા થાય. તો બીજી તરફ સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યુ કે આરોપીને સાત વર્ષની દીકરી છે અને આરોપીએ ત્રણ વર્ષની દીકરી સાથે આ પ્રકારનો ગુનો કર્યો છે. જેથી આ પ્રકારના ગંભીર ગુનામાં આરોપીને કડકમાં કડક સજા કરવી જોઈએ. આવા વ્યક્તિઓએ છોડી દેવામાં આવે તો ઘણું નુકશાન થાય. આરોપીને ફાંસીની સજા કરવી જોઈએ. આજીવન કેદની સજા ના કરવી જોઈએ. આરોપીએ કરેલો ગુનો ગંભીર પ્રકારનો છે. તેમજ તેની સામે 3 લૂંટના ગુનાઓ પણ નોંધાયેલા છે. આવા કેસમાં આરોપીને આજીવન કેદની સજા થાય તો આરોપી જેલમાં રાખવનો ખર્ચ પણ થાય અને જો તે પેરોલ પર બહાર આવે તો આ પ્રકારનો ગુનો આચરી શકે છે.

તો બીજી તરફ આરોપીના વકીલે જણાવ્યુ હતુ કે, બનાવની તારીખ અને બનાવની ઘટનાનો સમય પોલીસ દ્વારા બતાવાયો છે, તેમાં ઘણો ભેદ છે. તેની બાઈક ઉપર વિજય લખેલુ હોવાથી અસીલને પકડી લેવામાં આવ્યો છે. પોલીસે રિમાન્ડ દરમ્યાન પોલીસે ધમકાવી અસીલને ગુનો કબૂલ કરાવેલો છે.

આમ આ સમગ્ર કેસમાં સરકારી અને આરોપીના વકીલ વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી. પરંતુ આ ઘટના જે રીતે બની હતી. તેની તપાસમાં કંઇ રીતે એક એક ખુલાસો થયા તે તમામ વાતો ચોંકાવનારી છે.

Read Also

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana

વેપાર ઘટ્યો, મુશ્કેલીઓ વધી / સોના-ચાંદીના ધંધામાં લાગ્યો કોરોનારૂપી કાટ, લગ્નસરાની સિઝન હોવા છતા મંદીનો માહોલ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!