GSTV
Home » News » સંતાન સુખથી વંચિત છો? 21 દિવસ સુધી કરો આ કામ, પૂરી થશે તમારી મનોકામના

સંતાન સુખથી વંચિત છો? 21 દિવસ સુધી કરો આ કામ, પૂરી થશે તમારી મનોકામના

હિન્દૂ ધર્મમાં દરેક મુશ્કેલીઓના કોઈને કોઈ સમાધાન આપેલા છે. રોગ હોય કે આર્થિક સંકટ, પરિવારમાં કંકાસ, દરેક સમસ્યાના સમાધાન આપણાં ધર્મમાં છે. જો કે આવા સમાધાન કરનારાઓના મનમાં દેવી-દેવતાઓ પ્રત્યે અપાર શ્રદ્ધા હોય છે. જો કોઈ દંપત્તિને સંતાનસુખ ના મળતું તો તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ.

ધર્મ કહે છે કે શ્રીકૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપનું પૂજન કરવાથી કૃષ્ણ જેવું સંતાન પ્રાપ્ત થાય છે. આ મનોકામના પૂર્ણ કરવા માટે ૨૧ દિવસની સાધના કરવામાં આવે છે. આવો જાણીએ સાધના કેવી રીતે કરવી… 

સાધનાની રીત

સાધક ઇચ્છે તો ૨૧ના સ્થાને ૪૫ દિવસ કે તેથી વધારે દિવસની સાધના કરી શકે છે. પરંતુ ઓછામાં ઓછા ૨૧ દિવસ તો કરવી જ જોઈએ. સવારે વહેલા સ્નાન કરી, સ્વચ્છ કપડા પહેરીને પૂજાના પ્રસાદ માટે બે લાડુ બનાવો.

આ લાડુ સાધકે જાતે જ બનાવેલા હોવા જોઈએ. બજારના રેડીમેડ લાડુ આમાં ચાલતા નથી. જો પહેલા દિવસે બે લાડુ બનાવ્યાં હોય તો આખા અનુષ્ઠાનમાં આ સંખ્યાને જાળવી રાખો એટલે કે બે લાડુ જ ધરાવો. એ પછી બાળકૃષ્ણના ફોટો કે મૂર્તિ સામે બેસો. હાથમાં તુલસી કે રુદ્રાક્ષની માળા હાથમાં લઇને નીચે આપેલા મંત્રમાંથી કોઈ એકની ત્રણ માળા કરો. 

૧. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં વ્રજ

અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામી મા શુભ

૨. દેવકીસુતં ગોવિન્દમ વોસુદેવ જગત્પતે

દેહી મેં તનય કૃષ્ણ ત્વાહમં શરણં ગત:

પૂજા પછી લાડુ ધરાવીને પોતે ખાઓ અને સ્વજનોમાં વહેંચો. સતત ૨૧ દિવસ સુધી આવું કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને સંતાનસુખના યોગ બનવા લાગે છે.

Read Also

Related posts

ગર્ભાવસ્થા સમયે સ્ત્રીનું આટલી વાતોમાં રાખો ખાસ ધ્યાન

Arohi

શાજિયા ઈલ્મી સામે પાકિસ્તાની સમર્થકોએ લગાવ્યા નારા તો સામે શાજીયાએ બોલાવી ભારત માતા કી જય

Mayur

હવે JNUનું નામ બદલી MNU કરી નાખો : હંસરાજ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!