GSTV
India News Trending

લેડી સિંઘમ / આ મહિલા IPSના નામથી જ આતંકવાદીઓની હાલત થઇ જાય છે ખરાબ, 15 મહિનામાં કર્યા આટલા એન્કાઉન્ટર

આસામની મહિલા IPS ઓફિસર સંજુક્તા પરાશર બહાદુરીનું બીજુ નામ છે અને તેના નામથી આતંકવાદી કંપાય છે. સંજુક્તા પરાશર આસામના જંગલોમાં એકે -47 સાથે ફરે છે. તેઓ 16 આતંકવાદીઓને ઠાર કરવા, 64થી વધુની ધરપકડ કરવા અને 15 મહિનામાં અનેક ટન દારૂગોળો અને હથિયારો જપ્ત કરવા માટે જાણીતી છે. સંજુક્તા પરાશરનું નામ આસામના બોડો આતંકવાદીઓના હૃદયમાં આતંક પેદા કરવા માટે પૂરતું છે.

JNUમાંથી કર્યો અભ્યાસ

એક અહેવાલ મુજબ સંજુક્તા પરાશરનો જન્મ આસામમાં થયો હતો અને તેણે પ્રારંભિક અભ્યાસ ત્યાથી જ કર્યો હતો. 12મા પછી સંયુક્તાએ દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેમણે JNUમાંથી ઇન્ટરનેશનલ રિલેશનમાં પીજી અને US ફોરેન પોલિસીમાં MPhil અને Phd કર્યું.

2006 બેચના IPS

સંજુક્તા પરાશર વર્ષ 2006 બેચના IPS ઓફિસર છે અને તેણે સિવિલ સર્વિસિઝ એક્ઝામમાં ઓલ ઇન્ડિયા 85મો રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ તેમણે મેઘાલય-આસામ કેડરની પસંદગી કરી.

2008 પ્રથમ પોસ્ટિંગ

વર્ષ 2008માં સંજુક્તા પરાશરની પ્રથમ પોસ્ટિંગ આસામના માકુમમાં આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ તરીકે થઈ. ત્યારબાદ તેમને ઉદાલગિરીમાં બોડો અને બાંગ્લાદેશિયો વચ્ચે ભડકેલી હિંસાને કાબૂ કરવા માટે મોકલવામાં આવ્યા છે.

AK-47 લઇને ફરે છે

સંજુક્તા પરાશરે આસામના સોનિતપુર જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવતા CRPF જવાનોની ટીમને લીડ કર્યું હતું અને પોતે AK-47 લઇ વોડો ઉગ્રવાદિયોને સબક શિખવાડતા હતા. આ ઓપરેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા, જેમા તેઓ તેમની આખી ટીમ સાથે હાથમાં AK-47 રાયફલ લઇ દેખાઇ રહ્યા હતા.

સંજુક્તાના નામે કંપાય છે આતંકીઓ

સંજુક્તા પરાશરને પણ આતંકવાદી સંગઠન દ્વારા ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ તેમણે ક્યારેય તેની પરવા કરી ન હતી. આતંકવાદીઓ માટે તેઓ સ્વપ્નો જેવા છે અને આતંકવાદીઓ તેમના નામે ધ્રૂજતા હોય છે.

15 મહિનામાં 16 એન્કાઉન્ટર કર્યા

સંજુક્તા પરાશરે વર્ષ 2015માં એન્ટી બોડો આતંકવાદી ઓપરેશનને લીડ કર્યું અને તેણે ફક્ત 15 મહિનામાં 16 આતંકવાદીઓને ઠાર કર્યા. ઉપરાંત તેમણે 64 બોડો આતંકવાદીઓને જેલ ભેગા કર્યા. તેની સાથે જ સંજુક્તાની ટીમે મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો. તેમની ટીમે 2014માં 175 આતંકવાદીઓ અને 2013માં 172 આતંકવાદીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

રિલીફ કેમ્પમાં કરે છે મદદ

એક કડક પોલીસ ઓફિસરને પોતાના કર્તવ્યને નિભાવવા ઉપરાંત સંજુક્તા પરાશર કામથી બ્રેક મળવા પર પોતાનો મોટાભાગનો સમય રિલીફ કેમ્પમાં લોકોની મદદ કરવામાં લગાવે છે. તેમનું કહેવુ છે કે તે ખૂબ જ વિનમ્ર અને લવિંગ છે અને ફક્ત ગુનેગારોને તેમના ભયભીત થવાની જરૂર છે.

Read Also

Related posts

અમેરિકાની જાસૂસી માટે ચીનને શોધ્યો નવો ઉપાય, હવે આ પાડોશી દેશી મદદ લેશે

Padma Patel

પાકિસ્તાનમાં ખાવાના ફાંફા, લોટની ચોરી રોકવા માટે કલમ 144 લાગુ 

Padma Patel

upcoming movie: દ્રૌપદી સહિત ઈતિહાસ પર આધારિત છે આ 6 ફિલ્મો, દર્શકો દ્વારા ખૂબ જ આતુરતાથી જેની જોવાઈ રહી છે રાહ

HARSHAD PATEL
GSTV