GSTV

IPL 2020: સંજુ સેમસનની આક્રમક બેટિંગ, 19 બોલમાં જ પૂર્ણ કરી અડધી સદી

IPLમાં મંગળવારે રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાનનો બેટ્સમેન સંજુ સેમસને અત્યંત આક્રમક બેટિંગ કરી હતી. મૂળ કેરળની ટીમ માટે રણજી ટ્રોફીમાં રમતાં સંજુ સેમસને તેની ઇનિંગ્સમાં નવ સિક્સર સાથે 74 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 19 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી હતી.

19 બોલમાં અડધી સદી પૂરી કરી

IPLમાં તેનાથી ઝડપી અડધી સદી પણ નોંધાઈ છે, પરંતુ જ્યાં સુધી યુનાઇટેડ આરબ અમિરાતના મેદાનોનો સવાલ છે ત્યાં સુધી આ અડધી સદી સંયુક્ત રીતે સૌથી ઝડપી છે. અગાઉ 2014માં ડેવિડ મિલરે રાજસ્થાન સામે 19 બોલમાં અડધી સદી પૂરી કરી હતી તો મંગળવારે સંજુ સેમસને પણ 19 બોલમાં જ તેના 50 રન પૂરા કર્યા હતા.

21 બોલમાં 50 રન ફટકાર્યા

તદ્ઉપરાંત બે દિવસ અગાઉ દિલ્હી કેપિટલ્સના માર્કસ સ્ટોઇનિ કિંગ્સ ઇલેવન પંજાબ સામે 21 બોલમાં 50 રન ફટકાર્યા હતા તો ગ્લેન મેક્સવલે 2014માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 21 બોલમાં અડધી સદી પૂરી કરી હતી જ્યારે એ જ મેક્સવેલ 2014માં જ ચેન્નાઈ સામે અડધી સદી પૂરી કરવા માટે 25 બોલ રમ્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!