GSTV
Home » News » Sanju Movie Review : ફુલ પૈસા વસૂલ ફિલ્મ છે Sanju, દર્શકોને જકડી રાખશે રણબીરનો દમદાર અભિનય

Sanju Movie Review : ફુલ પૈસા વસૂલ ફિલ્મ છે Sanju, દર્શકોને જકડી રાખશે રણબીરનો દમદાર અભિનય

રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજૂ 29 જૂન એટલે કે શુક્રવારે રિલિઝ થઇ ગઇ છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું કહેવું છે કે પબ્લિક રિસ્પોન્સ જોઇને લાગી રહ્યુ છે કે ફિલ્મ બોક્સ ઑફિસ પર ધૂમ મચાવશે અને આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની શકે છે. ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા બાદ લોકોની ઉત્સુકતા વધી ગઇ હતી. ફિલ્મની લોકપ્રિયતા તેના પરથી જ નક્કી થઇ જાય છે કે ટ્રેલર સૉન્ચ થયાના એક દિવસ પહેલાથી જ સોશિયલ મીડિયા પર હેસટેગ સંજૂ ટ્રેલર ટ્રેન્ડ કરી રહ્યું હતું.

ફિલ્મને ક્રિટિક્સનો પણ પોઝીટિવ રિસ્પોન્સ મળ્યો છે. ક્રિટિક્સે આ ફિલ્મને પાંચ માંથી ચાર સ્ટાર્સ આપ્યાં છે. ફિલ્મમાં રણબીરને ઓળખવો મુશ્કેલ છે. સંજય દત્તના જીવન પર બનેલી આ ફિલ્મ તેના જીવનના અનેક રહસ્યો છતાં કરે છે. ડ્રગ્સની લતથી લઇને જેલ જવા સુધીની યાત્રાને આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. ક્રિટિક્સે આ ફિલ્મને ફુલ પૈસા વસૂલ ફિલ્મ ગણાવી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કર્યુ કે, સંજૂ રણબીર કપૂર માટે કોઇ એસિટ ટેસ્ટથી ઓછી નથી.ફિલ્મ સારી કમાણી કરશે. ફિલ્મમાં ભાવુક કરી દે તેવી ક્ષણો પણ છે. સૌથી ખાસ વાત એ છે કે ફિલ્મનું ડાયરેક્શન રાજકુમાર હિરાનીએ કર્યુ છે.

અમોદ મહેરાનું કહેવું છે કે આ ફિલ્મ રાજકુમાર હિરાની માટે એસિડ ટેસ્ટ સાબિત થશે. એક એવા વ્યક્તિના જીવન પર ફિલ્મ બનાવવી જે રાજા નથી. ફિલ્મનું ટ્રેલર અને રણબીર કપૂરની એક્ટિંગની ખુબ જ પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મને દર્શકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મનું મ્યુઝિક ખાસ ન હોવા છતાં આ ફિલ્મ તમને જકડી રાખશે. ઇન્ટરવલ પહેલા એક એવો ટ્વિસ્ટ આવશે જેનાથી દર્શકોની ઉત્સુકતા વધી જશે. ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત દિયા મિર્ઝા, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, પરેસ રાવલ, વિક્કી કૌશલ અને મનીષા કોઇરાલા જેવા સ્ટાર્સ પણ લીડ રોલમાં છે.

Related posts

Pictures Of PM Modi : તસવીરો સાથે જાણો કેવડિયાની એ રોચક જગ્યાઓ વિશે જ્યાં પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી

Bansari

શબયાત્રા પછી અગ્નિસંસ્કાર બાદ તરત જ કરવું જોઇએ સ્નાન, નહીંતર થશે આટલાં નુકસાન

NIsha Patel

માત્ર 2 મિનિટમાં આખા આઠવાડિયા માટે લસણ અને આદુ છોલવાની 8 ક્વિક ટિપ્સ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!