ટીવી એક્ટ્રેસ સંજીદા શેખ તેની પર્સનલ લાઇફને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. હવે તે તેની તમામ ગ્લેમરસ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર છવાઇ છે. સંજીદાએ આ શાનદાર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આમાં એક્ટ્રેસનો બોલ્ડ અવતાર જોઇ શકાય છે.

સંજીદાએ વ્હાઇટ બ્રાલેટ અને હેટ પહેરીને પોતાની ગ્લેમરસ તસવીર શેર કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તે તેની આ હૉટ તસવીરો શેર કરી રહી છે. આમાં તે સમુદ્ર કિનારે પાણીમાં પોઝ કરતી જોવા મળી રહી છે.

સંજીદાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના આ લુકને ચાહકોને ખૂબ ગમ્યો. ચાહકો તેની પ્રશંસાના પુલ બાંધી રહ્યાં છે.

જણાવી દઇએ કે સંજીદાની આ તસવીરો તેના વીડિયો ‘તો આ ગયે હમ’ની છે. આ વીડિયોના 35 મિલિયન વ્યૂઝ બાદ અભિનેત્રીએ તેની શોર્ટ ક્લિપ્સ પણ શેર કરી.
વીડિયોમાં સંજીદા તેના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહી છે. આ મ્યુઝિક વીડિયોમાં સંજીદાએ સિંગર ઝુબીન નટિયાલ સાથે કામ કર્યું છે.

આ અગાઉ પણ, સંજીદા શેખે મસ્ટર્ડ સ્ટ્રાઇપ્ડ બ્રાલેટમાં પોતાની તસવીરો શેર કરીને ચાહકોને નવા વર્ષ માટે અભિનંદન આપ્યા હતા. ચહેરા પર તેના એક્સપ્રેશન પણ એકદમ અલગ હતા.

તે જાણીતું છે કે સંજીદા શેખ લાંબા સમયથી પતિ આમિર અલી સાથે થઇ રહેલી ખટપટના કારણે ચર્ચામાં હતી. એવી પણ ખબર હતી કે બંને વચ્ચે બધુ બરાબર નથી.
થોડા સમય પછી, આમિરે પોતાની પુત્રી સાથે ફોટો શેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા, પરંતુ સંજીદા અને આમિરના સંબંધો પર હજી સુધી કંઈ બહાર આવ્યું નથી.
સંજીદાએ ક્યા હોગા નિમ્મોની સિરિયલથી દર્શકોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ પછી તે ક્યામત, ભાગ્યલક્ષ્મી, કુંડળી ભાગ્ય, નાગિન 3, કુમકુમ ભાગ્ય જેવા લોકપ્રિય શોમાં જોવા મળી હતી.
Read Also
- નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા
- ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી
- કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ
- બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ
- શેર બજારમાં તેજીનો માહોલ/ સેન્સેક્સ 600 અંકના ઉછાળા સાથે 51,382ના, નિફ્ટી 15,148 અંકોના સ્તર પર