GSTV
India News ટોપ સ્ટોરી

પવાર સાથે મુલાકાત પછી સંજય રાઉતનો પાવર! બાગીઓને સખ્ત સંદેશ, તેમનો સમય નીકળી ગયો

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટમાં ચેક એન્ડ મેટની રમત ચાલું છે. એક તરફ બાગી નેતા એકનાથ શિંદેનું ગ્રુપ સતત મજબૂત થઈ રહ્યું છે. તો બીજી તરફ ધારાસભ્ય એક એક કરીને ઉદ્ધવ ઠાકરેથી અલગ થતા દેખાઈ રહ્યા છે. આમ છત્તાં શિવસેના મજબૂત હોવાનો દાવો કરી રહી છે.

બળવાખોરો માટે, તેમણે કહ્યું કે વાતચીત અને પાછા આવવાનો સમય સમાપ્ત થઈ ગયો

શરદ પવારને મળ્યા બાદ સંજય રાઉતે બળવાખોરો સામે કડક વલણ દાખવ્યું હતું. તેમણે કહ્યું કે અમારે જે કરવાનું હતું તે અમે કરી લીધું છે. અમે બધા (MVA) સાથે છીએ. બળવાખોરો માટે, તેમણે કહ્યું કે વાતચીત અને પાછા આવવાનો સમય સમાપ્ત થઈ ગયો છે. સંજય રાઉતે કહ્યું કે ફ્લોર ટેસ્ટ થશે તો અમે જીતીશું.સંજય રાઉતે કહ્યું કે જો લડાઈ રોડ પર થશે તો ત્યાં પણ અમે જીતીશું. જેનો સામનો કરવો પડે તે મુંબઈ આવી શકે છે. તેઓએ (ધારાસભ્યો) ખોટું પગલું ભર્યું છે. અમે તેમને પાછા આવવાની તક પણ આપી પરંતુ હવે સમય પસાર થઈ ગયો છે.

READ ALSO

Related posts

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં

Hardik Hingu

બ્રિટનના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ ટોચ પર, શું રચાશે નવો ઇતિહાસ?

GSTV Web Desk
GSTV