બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એવામાં લગભગ બધા એગ્જિટ પોલમાં મહાગઠબંધનના સીએમ કેન્ડિડેટ તેજસ્વી યાદવનો ડંકો વાગી રહ્યો છે. 9 નવેમ્બરના રોજ પોતાનો 31 મો જન્મદિવસ મનાવી રહેલા તેજસ્વીને લઈને દરેક તરફ ચર્ચા ચાલી રહી છે. એવામાં તે ચેહરા વિશે પણ લોકો જાણવા માગે છે. જેમણે તેજસ્વી યાદવની રાજનૈતિક તકદીર બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં તેજસ્વીને રાજનૈતિક દાવ-પેંચ સમજાવવામાં RJD ના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહની ભૂમિકાથી ઈનકાર કરી શકાય નહી, પરંતુ એક બીજો પણ ચેહરો છે જે પડદા પાછળ રહીને તેજસ્વીની દરેક રણનીતિને જમીન પર ઉતારી દીધી છે. તેજસ્વીના રાજનૈતિક સચિવ સંજય યાદવની ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે.
એટલા માટે થઈ રહી છે દરેક તરફ સંજય યાદવની ચર્ચા
37 વર્ષના સંજય યાદવ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના નાંગલ સિરોહી ગામના રહેવાસી છે. મીડિયા સમાચાર પ્રમાણે સંજય યાદવ છેલ્લા એક દાયકાથી તેજસ્વી યાદવ સાથે જોડાયેલા છે. તેજસ્વી અને સંજયની મુલાકાત વર્ષ 2010માં દિલ્હીમાં થઈ હતી. તેજસ્વી યાદવ 10 વર્ષ પહેલા IPL માં દિલ્હી ડેયરવિલ્સ તરફથી પોતાની કિસ્મત ક્રિકેટમાં અજમાવી રહ્યા હતા. બાદમાં તેજસ્વીની એક બહેનના લગ્ન હરિયાણમાં પણ થયા હતા.
કોરોનાકાળ બાદ બનાવી રણનીતિ
એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, જ્યારે કોરોનાકાળમાં JDU અને BJP ના નેતા તેજસ્વી યાદવને બિહારમાં શોધી રહ્યા હતા ત્યારે તેજસ્વી અને સંજય દિલ્હીમાં રહી બિહાર ચૂંટણીની તૈયારીઓને લઈને રણનીતિ બનાવી રહ્યા હતા. એક તરફ બીજેપીની મોટા-મોટા ચૂંટણી મેનેજર રણનીતિ બનાવી રહ્યા હતા તો તે સમયે સંજય યાદવ ચૂંટણીમાં ઉઠાવનાર મુદ્દા અને સ્લોગન પર વિચાર-વિમર્શ કરી રહ્યા હતા. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, તેજસ્વી પોતાના નજીકના નેતાઓથી ભીડ અને રેલીમાં ‘હમ તો ઠેઠ બિહારી હૈ’ જેવા શબ્દોની સાથે બિહાર ચૂંટણીમાં જીતવાની પટકથા લખી રહ્યા હતા.
આ રીતે આપ્યો JDU અને BJP ના કેમ્પેઈનને
પટનાના મોટા-મોટા હોટલોમાં જ્યાં બીજેપી અને JDU ના રણનીતિકાર અને આઈટી મેનેજર બેસીને મીડિયા અને સોશિયલ મીડિયામાં જંગલરાજ અને લાલૂ રાજ જેવા સ્લોગનનો ટ્રેંડ કરી રહ્યા હતા. ત્યારે તે લોકોને સંજય યાદવની ભાવી રણનીતિની જામ પણ થઈ હતી નહી. તેજસ્વી યાદવને છોડી લાલૂ યાદવ, રાબડી દેવી સહિત પરિવારના કોઈપણ સભ્યને પોસ્ટમાંથી ગાયબ કરવા, પીએમ મોદીને ટારગેટ નહી કરવા, આ પ્રકારની રણનીતિ સંજય યાદવ અને તેમની ટીમે બનાવી હતી.
પ્રશાંત કિશોરની જેમ સંજયની પણ થશે ચર્ચા
બિહાર ચૂંટણીનું પરિણામ જે પણ હોય પણ સંજય યાદવની ચર્ચા દરેક તરફ થવા લાગી છે. મહત્તમ એગ્જિટ પોલમાં તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવાનું નક્કી જણાવ્યુ છે. એવામાં આગામી કેટલાક દિવસ સુધી સંજય યાદવની દરેક તરફ ચર્ચા થશે. જે રીતે પ્રશાંત કિશોરની વર્ષ 2014માં થઈ રહી હતી. તે સમયે પણ કહેવામાં આવી રહ્યુ હતું કે, બીજેપીની રણનીતિ બનાવવામાં પ્રશાંત કિશોરની મુખ્ય ભૂમિકા હતી.
READ ALSO
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?