આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગુરૂવારે ચૂંટણી પંચે વિવાદાસ્પદ નિવેદન બદલ નોટિસ પાઠવી છે. રાજ્યસભાના સાંસદ સંજય સિંહને આ નોટિસ તેમના દ્વારા બે ફેબ્રુઆરીના રોજ આપવામાં આવેલા તે નિવેદન પર આપવામાં આવી છે કે, જેમાં તેમણે ભાજપ પર બબાલ કરવાની તૈયારીનો આરોપ લગાવ્યો હતો.

ભાજપે સંજય સિંહના આ નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જે બાદ પંચે સંજય સિંહને નોટિસ મોકલીને શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે જણાવ્યું છે. સંજય સિંહે એક ઇન્ટરવ્યુમાં કથિત રીતે જણાવ્યું હતુ કે, ભાજપ અહીંયા એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી રહ્યું છે કે, જેનાથી શાહીનબાગ અને જામિયા વિસ્તારમાં ગંભીર પરેશાની ઉત્પન્ન થઇ શકે છે. તેમના આ નિવેદન સામે ભાજપ ચૂંટણી પંચમાં પહોંચ્યું હતું.

Election Commission issues notice to Aam Aadmi Party (AAP) leader Sanjay Singh for prima facie violating Model Code of Conduct (MCC) with his allegations that BJP is preparing to do 'bavaal' on 2nd February. EC has given him time till 12 pm 7th February, to explain his position. pic.twitter.com/JjiUFEdeHX
— ANI (@ANI) February 6, 2020
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વારંવાર આતંકવાદી કહેવા પર ભાજપ પર નિશાન સાધતા સંજય સિંહે જણાવ્યું હતું કે, જો તેઓ રાષ્ટ્રવિરોધી છે,તો સરકારે તેમને જેલમાં મોકલી દેવા જોઈએ. રાજ્યસભા સાંસદ સંજય સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દરરોજ ભાજપના એક નવા નેતા આવે છે જે કેજરીવાલને આતંકી ગણાવે છે. ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી જીતી રહી છે અને આગળ વધી રહી છે.એટલા માટે ભાજપના નેતાઓ આવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
READ ALSO
- અચાનક પૈસાની જરૂર પડે તો SBIની આ સુવિધાનો કરો ઉપયોગ, લોન કરતા ઓછુ વ્યાજ ઉપરાંત ઘણાં છો ફાયદા
- IDBI Bank ના ગ્રાહકો 31 માર્ચ સુધીમાં આ કામ પતાવી દેજો નહીંતર તમારું એકાઉન્ટ…
- 2.50 રૂપિયાનો વધારો થતાં જ પેટ્રોલ આ શહેરમાં લિટરે 100 રૂપિયાએ પહોંચશે : જાણી લો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કેટલી છે કિંમત
- ગુજરાત માટે ગર્વની વાત/ દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરની ઝાંખી દેખાશે
- બનાસકાંઠા/ નિવૃત આર્મી જવાનોએ પડતર માગણીઓને લઈને કલેક્ટરને આપ્યું આવેદન, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી