GSTV

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

ભાજપે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ડો. સંજયસિંહને લટકાવી દીધા છે. સંજયસિંહ ગયા વરસે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમા જોડાયા હતા. એ વખતે સંજયસિંહને  રાજ્યસભાની ટિકિટ આપવાનું વચન અપાયેલું પણ મંગળવારે રાત્રે ભાજપે જાહેર કરેલા ૮ બેઠકો માટેના ઉમેદવારોમાં સંજયસિંહનું નામ જ નહોતું.

સંજયસિંહનું પત્તુ કપાયું

ડો. સંજયસિંહની સાથે કોંગ્રેસ છોડીને આવેલા ભુવનેશ્વર કલિતાને ભાજપે માર્ચમાં આસામમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા. સંજયસિંહનો યુપીની ચૂંટણી વખતે નંબર લાગશે એવું મનાતું હતું પણ આ માન્યતા ખોટી પડી છે. સંજયસિંહ અમેઠીના રાજવી પરિવારમાંથી આવે છે.

એક સમયે હતા નહેરુ ગાંધી પરિવારની નજીક

એક સમયે નહેરૂ-ગાંધી ખાનદાનની અત્યંત નજીક મનાતા સંજયસિંહનું નામ બેડમિંટન ચેમ્પિયન સૈયદ મોદીની હત્યામાં સંડોવાતાં ખળભળાટ મચ્યો હતો. સંજયસિંહે પછીથી સૈયદની પત્ની અમિતા સાથે લગ્ન કર્યાં હતાં. સંજયસિંહની પહેલી પત્ની ગરિમા સિંહ ભાજપની ધારાસભ્ય છે જ્યારે ગરિમાનો પુત્ર અનંત વિક્રમ સિંહ ભાજપ યુવા મોરચામાં હોદ્દેદાર છે. સંજયસિંહની જેમ નરેશ અગ્રવાલ પણ લટકી ગયા છે. ૨૦૧૮માં સમાજવાદી પાર્ટી છોડીને આવેલા અગ્રવાલને ભાજપે લોકસભાની ટિકિટ પણ નહોતી આપી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva

ભારત સામેની ટી20 સિરીઝમાં ડેવિડ વોર્નરને બદલે આ ખેલાડીને ટીમમાં સામેલ કરાયો

Karan

ટાઈગરની બહેનના ચહેરાને લઈને ટ્રોલરે કરી આ કોમેન્ટ, ક્રિષ્નાએ વળતો પ્રહાર કરી ચૂપ કરી દીધો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!