GSTV

સુશાંતના કેસની તપાસ માટે મોસાદ અને કેજીબીને પણ લઈ આવો : સંજય રાઉત

સંજય રાઉત

સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાના કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. મુંબઈ અને બિહાર પોલીસ સાથે તપાસ કરી રહી હતી તેને કારણે વિવાદ જાગ્યો હતો અને બોલિવૂડના ઘણા મોટા નામો તેમાં સંકળાયા હોવાની આરોપો બાદ કેન્દ્ર સરકારે આ તપાસ સીબીઆઈને સોંપી હતી જેનો શિવસેનાના સાંસદ સંજય રાઉતે વિરોધ કર્યો હતો. હવે સંજય રાઉતે કટાક્ષમાં કહ્યું છે કે સુશાંત કેસની તપાસ માટે મોસાદ (ઇઝરાયેલની જાસૂસી એજન્સી) અને કેજીબી (1991માં રશિયાના સોવિયેત યુનિયનનો ભંગ થયો ત્યાં સુધી કાર્યરત જાસૂસી એજન્સી)ને પણ આ કેસમાં લઈ આવો.

સુશાંતના મામલામાં અગાઉ વિવાદાસ્પદ નિવેદન કરનારા સંજય રાઉતને સુશાંતના પિતરાઈ ભાઈએ કાનૂની નોટીસ મોકલી છે.  રાઉત અને તેની પાર્ટીએ આ મામલે મુંબઈ પોલીસની તરફેણ કરીને સીબીઆઈ તપાસનો વિરોધ કરતા જાહેર કર્યું હતું કે મુંબઈ પોલીસ યોગ્ય રીતે જ તપાસ કરી રહી છે.

રાઉતે મીડિયા સમક્ષ કહી આ વાત

સંજય રાઉત

સંજય રાઉતે મીડિયા સમક્ષ એમ કહ્યું હતું કે રાજપૂતના પરિવારજનોએ તપાસ ચાલી રહી છે ત્યારે થોડા સમય માટે ચૂપ રહેવું જોઇએ. આ ઘટના મુંબઈમાં બની હતી, પટણામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી અને બિહાર સરકારે સીબીઆઈ તપાસની માગણી કરી જે માટે કેન્દ્ર તરત જ મંજૂર થઈ ગયું. આ ગેરકાદેસર છે.

હવે આ મામલો ટેકનિકલી સીબીઆઈ પાસે છે. જોકે રાઉતે જણાવ્યું હતું કે અમે સીબીઆઈનો વિરોધ કરતાં નથી પરંતુ જ્યારે મામલો પહેલેથી જ મુંબઈ પોલીસ પાસે છે તો સીબીઆઈ શું કરી  શકે છે.  છુપાવવા માટે કાંઈ જ નથી. મોસાદ અને કેજીબીને લઈ આવો.

Read Also

Related posts

સાયલન્ટ કિલર/ કોરોના વાયરસ હવે આ અંગ માટે બની રહ્યો છે કાળ, વધતાં કેસ સાથે બદલાયા લક્ષણો

Bansari

ICCના હેડક્વાર્ટરમાં કોરોનાની એન્ટ્રી, હવે IPL પર શું પડશે અસર?

Ankita Trada

પતાવી લો બેન્કના દરેક જરૂરી કામ, ઓક્ટોમ્બરમાં અડધો મહિનો બંધ રહેવાની છે બેન્કો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!