GSTV
Home » News » સંસદમાં સીટ બદલવા પર સંજય રાઉત બોલ્યા- દિલ્હી કોઈના બાપની નથી, મોટા મોટા આવ્યા અને ગયા

સંસદમાં સીટ બદલવા પર સંજય રાઉત બોલ્યા- દિલ્હી કોઈના બાપની નથી, મોટા મોટા આવ્યા અને ગયા

મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ખેચતાણ ચાલુ છે. મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસના સરકાર ગઠનની સંભાવના વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ પર નિશાનો સાધ્યો છે. તેમણે એ પણ દાવો કર્યો કે તેમને 170 ધારાસભ્યોનું સમર્થન મળેલુ છે અને મહારાષ્ટ્ર ડિસેમ્બર સુધી સરકાર બની જશે.

સંજય રાઉતે રવિવારે કહ્યું કે અમે વિધાનસભામાં બહુમતી સાબિત કરીશું. અમારે 170 ધારાસભ્યોનું સમર્થન છે અને અમારી સરકાર 5 વર્ષ ચાલશે અને સીએમ શિવસેનાનો જ હશે. તેમણે કહ્યું કે અમે વાત કરી રહ્યાં છીએ અને દરેક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યાં છીએ. કોઈ ભાજપ સાથે નહીં જાય.

દિલ્હી કોઈના બાપની નથી

શિવસેના સાંસદે કહ્યું કે સદનમાં અમારી સીટ બદલી ગઈ. કઈ વાંધો નહીં પરંતુ એટલુ સમજી લેવુ જોઈએ દિલ્હી કોઈના બાપની નથી. મોટા મોટા આવ્યા અને જતા રહ્યાં. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં સરકાર બની જશે. બીજેપીએ અમને દગો આપ્યો છે. મહારાષ્ટ્રમાં હવે નેતા તો શું જનતા પણ ભાજપની સાથે નથી.

એનડીએમાં બધા સ્વાર્થી છે.

સંજય રાઉતે કહ્યું કે સૌથી પહેલા ગોધરા કાંડ પછી પીએમ મોદી પર સવાલ ઉઠાવીને રામવિલાસ પાસવાન એનડીએથી બહાર ગયા હતા. નીતીશ કુમાર શાના પર સવાલ ઉઠાવીને બહાર ગયા હતા. હવે સત્તા માટે એનડીએમાં આવી ગયા છે. આજે અકાલી દળની સિવાય જે પણ દળ છે તે સત્તા માટે સાથે છે. તેઓ સત્તા માટે એનડીએ અને યૂપીએથી અંદર બહાર થતા રહે છે.

READ ALSO

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિધાર્થીઓ સાથે દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કરશે

Nilesh Jethva

સ્માર્ટ એજ્યુકેશન: આ રચનાત્મક ફિલ્ડમાં અભ્યાસ કરી ભવિષ્યમાં કરો લાખો રૂપીયાની કમાણી

Ankita Trada

રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો પલટવાર : ઓસ્ટ્રેલિયાને 36 રનોથી હરાવ્યું, સીરીઝ 1-1થી બરાબર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!