GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સંસદમાં શિવસેનાના નેતાએ જ્ઞાન પીરસ્યું, ‘ઈંડા અને ચિકન વેજ છે’

શિવસેના અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે મરઘો અને ઈંડી શાકાહારી ભોજન છે. તેમણે કહ્યું કે આ આયુષ મંત્રાલયની જવાબદારી છે કે તે પ્રમાણિત કરે, જેથી શાકાહારી લોકોને પ્રોટીન યુક્ત ભોજન મળી શકે. રાઉતે આ વાત રાજ્યસભામાં આયુર્વેદ પર ચર્ચા વખતે કહ્યું. તેમણે જણાવ્યું કે આયુર્વેદિક મરઘો અને આયુર્વેદિક ઈંડુ હોય છે.

રાઉતે તે સમય દરમિયાન ‘આયુર્વેદ ક્યા પહોંચી ચુક્યું છે’ તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રના નંદૂરબારમાં એક આદિવાસી ગામમાં તે ગયા તો તેમને ભોજનમાં ચિકન પિરસવામાં આવ્યું. રાઉતે ચિકન ખાવાનો ઈનકાર કર્યો તો તેમણે જણાવ્યું કે આ આયુર્વેદિક ચિકન છે. ગામમાં આદિવાસીએ જણાવ્યું કે આ ચિકનનું પાલન એ રીતે કરવામાં આવ્યું છે કે તેમને ખાવાથી શરીરને દરેક પ્રકારના રોગ મુક્ત કરી શકાય છે.   

આયુર્વેદિક ઈંડા પર ચાલી રહી શોધ

રાઉતે જ્યાં પણ જણાવ્યું કે હરિયાણા સ્થિત ચોધરી ચરણ સિંહ કૃષિ સંસ્થાનના લોકો એવા ઈંડા પર શોધ કરી રહ્યા છે જે આયુર્વેદિક છે. રાઉતે જણાવ્યા અનુસાર સંસ્થાનના અમુક લોકો તેમને મળવા આવ્યા અને આ વિશે તેમના સાથે વાત કરી. તેમણે કહ્યું કે જે પોલ્ટ્રીમાં ચિકનને રાખવામાં આવે છે તેમને ફક્ત હર્બલ ખવડાવે છે. જેવું કે લવિંગ, તલ, જેમાંથી જે ઈંડા ઉત્પન્ન થાય છે કે જે આયુર્વેદિક હોય છે.  

રાઉતે માંગ મુકી કે આયુષ મંત્રાલયને પ્રમાણિત કરવું જોઈએ કે આ ઈંડા શાકાહારી છે અને આ માંસાહારી છે. તેમણે જણાવ્યું કે દેશમાં શાકાહારી અને માંસાહારીને લઈને મોટો વિવાદ ઉભો થયો છે અને તેવામાં મંત્રાલયની જવાબદારી બને છે કે તે નક્કી કરે કે મરઘી શાકાહારી છે કે માંસાહારી.

Read Also

Related posts

કેરળ સોનાની દાણચોરી મામલે હવે NIA કરશે તપાસ, સ્વપ્ના સુરેશે માંગ્યા આગોતરા જામીન

pratik shah

કોરોનાનો ફેલાતો અટકાવવા AMC દ્વારા ફોગીંગ મશીનની ખરીદીમાં એક વર્ષમાં 90 ટકાનો આપ્યો ભાવ વધારો

pratik shah

‘જો ન્યૂડ ફોટા નહીં મોકલે તો…’ સગીરાને બ્લેકમેલ કરી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યાં અને…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!