મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંઘર્ષ વચ્ચે શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે એકનાથ શિંદેને ખુલ્લો પડકાર આપતા કહ્યું કે જો તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો તમે ગુવાહાટીમાં કેમ બેઠા છો. તમે તમારી તાકાત બતાવો. આ સાથે તેણે દાવો કર્યો છે કે ગુવાહાટીની હોટલમાં બેઠેલા દરેક ધારાસભ્ય અમારી નજીક છે.

સામનામાં પણ બાગી MLA અને બીજેપી પર આકરા નિશાન સાધવામાં આવ્યા છે. સાથે સાથે શિવસેનાના ફાયર બ્રાન્ડ નેતા સંજય રાઉતે પણ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. સામનામાં લખવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના રાજકીય નાટકમાં કેન્દ્રના ડફલા, તંબુરા લોકો કૂદી પડ્યા છે અને રાજ્યના ‘નાચનીયે’ ધારાસભ્યો તેમના તાલે નાચી રહ્યા છે. આ બધા ‘નાચનીયે’ લોકો ત્યાંના ગુવાહાટીની એક ફાઈવ સ્ટાર હોટલમાં આખા દેશ અને દુનિયા સમક્ષ તેમના મહારાષ્ટ્ર રાજદ્રોહનું પ્રદર્શન કરી રહ્યા છે. હવે આ ‘પરંપરાગત’ નાટકના આર્કિટેક્ટ અને દિગ્દર્શક કોણ છે, તે બહાર આવ્યું છે. ભાજપ પર પ્રહાર કરતાં શિવસેનાએ સામસામે કહ્યું કે, ધારાસભ્યોના ખેલ માટે સ્ટેજ પોતે જ બનાવ્યું છે અને સજાવ્યું છે અને સ્ટોરી-સ્ક્રીન પણ ભાજપે જ લખી છે, તે હવે છુપાયેલું નથી.

હારાષ્ટ્રનું રાજકીય સંકટ વધુને વધુ ગાઢ બની રહ્યું છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ બંડ પોકાર્યું ત્યાર બાદ જે રાજકીય ઉથલ-પાથલ શરૂ થઈ તે હવે કોર્ટમાં પહોંચી છે. હકીકતે વિધાનસભાના ઉપાધ્યક્ષે 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવી ત્યાર બાદ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. પાર્ટી દ્વારા તેમને અયોગ્ય ઘોષિત કરવા માટે જે નોટિસ પાઠવવામાં આવી છે તેને પડકાર આપતી એક અરજી એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. ઉપરાંત અન્ય એક અરજીમાં વિધાનસભામાં શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તથા ચીફ વ્હિપની નિયુક્તિઓમાં ફેરફારને પણ પડકાર આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં કોના વતી કોણ હાજર થશે?
વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે – એકનાથ શિંદે અને કેમ્પ માટે
વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ ASG નીરજ કિશન કૌલ – એકનાથ શિંદે અને કેમ્પ માટે
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ – મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર
વરિષ્ઠ વકીલ ડો. અભિષેક મનુ સિંઘવી – શિવસેના (ઉદ્ધવ કેમ્પ) માટે
વરિષ્ઠ વકીલ દેવદત્ત કામત- મહારાષ્ટ્ર સરકાર માટે
સોલિસિટર જનરલ તુષાર મહેતા – ભારત સરકાર માટે

8 મંત્રીઓએ છોડ્યો ઉદ્ઘવનો સાથ
શિંદે ગ્રુપ સતત મજબૂત થઈ રહ્યું છે, શિવસેનાના 39 MLAનું સમર્થન અત્યાર સુધી શિંદેને મળી ચૂક્યું છે. તો બીજી તરફ ઉદ્ઘવ પાસે ફક્ત 16 MLA બચ્યા છે. ગઈકાલે ઉદય સામંત પણ ગુવાહાટી પહોંચી ગયા હતા. શિંદે ગ્રુપમાં શામેલ થવાવાળા તેઓ 8માં મંત્રી છે.
READ ALSO
- મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી
- ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત
- કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ
- સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ