GSTV

BJPએ અમને દગો આપ્યો, શરદ પવારને સમજવા માટે અનેક જન્મ લાગશે: સંજય રાઉત

Last Updated on November 19, 2019 by Bansari

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને પેચ ફસાયો છે. ત્યારે શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે ફરી એક વખત મહારાષ્ટ્રમાં જલ્દી જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બનશે તેવો દાવો કર્યો છે.

સંજય રાઉતે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં જલ્દી જ લોકપ્રિય સરકાર બનશે. કોઇ પણ પક્ષ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન નથી ઇચ્છતું. મહારાષ્ટ્રમાં શરદ પવારે હજુ સુધી તેમના પત્તા ખોલ્યા નથી.

શિવસેના નેતા સંજય રાઉતે ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યુ છે. સંજય રાઉતે કહ્યું કે ભાજપે અમને દગો આપ્યો છે. તેમણે કહ્યું કે તે નિશ્વિત છે કે શિવસેના જ રાજ્યમાં સરકાર બનાવશે. શરદ પવારને લઇને તેમણે કહ્યું કે, શરદ પવારને સમજવા માટે અનેક જન્મ લાગશે.

એનસીપી અને કોંગ્રેસ વચ્ચે મહત્વની બેઠક

મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સરકાર રચવાની પ્રક્રિયા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. સોમવારે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે યોજાયેલી બેઠક બાદ હવે આજે દિલ્હીમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ફરી એક વખત મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે.

જેમાં એનસીપી તરફથી અજિત પવાર, જયંત પાટિલ, પ્રફુલ્લ પટેલ તેમજ કોંગ્રેસ તરફથી પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ, અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. એનસીપી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે સરકાર બનાવવાને લઇને ચર્ચા થશે. આ બેઠક બાદ જ શિવસેના સાથે વાતચીતનો રસ્તો ખુલી શકે છે.

પહેલા એવું મનાઇ રહ્યું હતું કે પવાર અને સોનિયા વચ્ચેની બેઠક બાદ મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને કોઇ અંતિમ નિર્ણય આવી શકે છે. પરંતુ હજુ એવા કોઇ અણસાર દેખાતા ન હોવાથી શિવસેનાના નેતાઓનો ઉચાટ વધી રહ્યો છે.

Read Also

Related posts

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta

લખનઉમાં હનુમાન મંદિર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 ઓગસ્ટ સુધીમાં આતંકવાદીઓને છોડવાની માંગ, RSS પણ નિશાના પર

Vishvesh Dave

મોટો બદલાવ / લલન સિંહ બન્યા JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, CM નીતિશ કુમારની હાજરીમાં નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!