GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ બાદ શિવસેનામાં પણ ડખા : ભાઈને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા આ દિગ્ગજ નેતા નારાજ ?

Last Updated on December 31, 2019 by

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ કરેલા મંત્રી મંડળના વિસ્તાર બાદ શિવસેનાના એક જૂથમાં નારાજગી દેખાવા માંડી છે.ખુદ શિવસેનાના વરિષ્ઠ નેતા અને શિવસેનાને એનસીપી તેમજ કોંગ્રેસ સાથે સરકાર બનાવવા માટે નજીક લાવનાર સંજય રાઉત જ નારાજ હોવાની ચર્ચા શરુ થઈ છે.રાઉત ગઈકાલે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા નહોતા.

રાઉતના ભાઈ અને વિક્રોલીના ધારાસભ્ય સુનિલ રાઉતને મંત્રીમંડળમાં સ્થાન નહી મળવાથી રાઉત નારાજ હોવાનુ મનાઈ રહ્યુ છે.એવુ કહેવાય છે કે, આદિત્ય ઠાકરે સાથે વાત થઈ હોવા છતા છેલ્લી ઘડીએ તેમનુ નામ મંત્રીઓના લિસ્ટમાંથી હટાવી દેવાયુ હતુ.

જોકે સંજય રાઉતના નિકટના લોકોએ શપથગ્રહણ સમારોહમાં હાજર નહી રહેવા પાછળનુ કારણ આપતા કહ્યુ છે કે, રાઉત સરકારી કાર્યક્રમોમાં એમ પણ ભાગ નથી લેતા.બીજી તરફ સંજય રાઉતે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે, .લોકોએ સમજવુ જોઈએ કે પાર્ટી પાસે વધારે વિકલ્પ નથી.આ સરકારમાં બીજા બે પક્ષો પણ સામેલ છે એટલે મંત્રીમંડળની જગ્યાઓ પણ વહેંચાય તે સ્વાભાવિક છે. બીજી તરફ શિવસેનાના બે ધારાસભ્યો પણ આ સમારોહથી દુર રહ્યા હતા.જેમાં સુનિલ પ્રભુ અને રવિન્દ્ર વેકરનો સમાવેશ થતો હતો. નોંધનિય છે કે આ પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ નારાજ હોવાની વાત સામે આવી હતી. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને આ અંગે વાત પણ કરી હોવાની ચર્ચા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

પૂર્વોત્તરમાં ભારતમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, આ શહેરોમાં ધરા ધ્રુજી

Damini Patel

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!