મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની જોડીએ ફરી સત્તા પર પરત ફર્યા છે પરંતુ બંને પક્ષની બેઠકમાં ઘણો જ ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પછી બંને પાર્ટીઓમાં 50-50 ફોર્મ્યૂલાને લઈને મંથન ચાલી રહ્યું છે આ વચ્ચે શિવસેનાના સંજય રાઉતે એક કાર્ટૂન ટ્વિટ કર્યુ છે. જેમાં એક વાઘના હાથમાં કમળનું ફુલ દેખાડવામાં આવ્યું છે.

ખાસ વાત એ છે કે આ વાઘના ગળામાં એક ઘડિયાળ પણ છે. સંજય રાઉતે ટ્વિટ કરી કેપ્શન લખ્યું છે કે, શાનદાર વ્યંગવાળી કાર્ટુન, ખરાબ ન લગાડો દિવાળી છે. આ કાર્ટુનને સમજવામાં આવે તો શિવસેના પોતાને એક વાઘ તરીકે પ્રોજેક્ટ કરે છે. જ્યારે આ કાર્ટુનવાળા વાઘના ગળામાં જે ઘડિયાળ છે તે એનસીપીનું ચૂંટણી ચિન્હ છે.


તો કમળ ભાજપનું ચૂંટણી ચિન્હ છે. એટલે કે આ કાર્ટુનથી શિવસેના સીધો સંદેશ આપવા માગે છે કે શિવસેનાની પાસે એનસીપીનું પણ સમર્થન છે અને હાથમાં ભાજપ પણ છે. એટલે કે જો ભાજપ સાથે વાત નહીં બને તો એનસીપીનો સાથ પણ તેમની પાસે છે.
READ ALSO
- હલ્લાબોલ: અમરેલી કલેક્ટર કચેરી ખાતે આશાવર્કર બહેનો બની રણચંડી, પગાર વધારાને લઈએ દેખાવો
- CSIR કોરોના સંક્રમણ સર્વે/ ધુમ્રપાન કરનારા અને શાકાહારીઓમાં ભય ઓછો, આ બ્લડગ્રૂપવાળા લોકો થયા વધુ સંક્રમિત
- નરાધમ પિતા/ 10 વર્ષનો દિકરો અભ્યાસમાં ધ્યાન ન આપતાં જીવતો સળગાવ્યો, જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યો છે ઝોલાં
- મોટા સમાચાર/ સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પીએમ નરેન્દ્ર મોદી, આજે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
- ફાયદાનો સોદો/ કોરોના વેક્સીન આવવાથી આ સેક્ટરને સૌથી વધુ લાભ, લાખો લોકોને મળશે રોજગાર-નવી નોકરીઓ