GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસમાં આંતરિક ડખાનો ભાસ થઈ જતા આ કદાવર નેતાએ કોંગ્રેસનો હાથ છોડવાના સંકેત આપ્યા

Last Updated on October 4, 2019 by Mayur

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માથે છે તેવા સમયે જ મહારાષ્ટ્ર કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરુપમે પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. નિરુપમે વારાફરતી બે ટ્વીટ કરીને કહ્યું કે, કદાચ પાર્ટીને હવે તેની સેવાની જરૂર નથી.

સંજય નિરુપમે ટિકિટ વિતરણમાં પોતાની અવગણના પર ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું કે, એવું લાગી રહ્યું છે કે, પાર્ટીને હવે મારી સેવાની જરૂર નથી. મુંબઈમાં મેં માત્ર વિધાનસભા ચૂંટણી માટે નામની ભલામણ કરી હતી. મને જાણવા મળ્યું છે કે તેને પણ ફગાવી દેવામાં આવી. મેં નેતૃત્વને પહેલા જ જણાવ્યું હતું કે, આવી સ્થિતીમાં હું ચૂંટણી પ્રચારમાં ભાગ નહી લઉં આ મારો અંતિમ નિર્ણય છે.
આટલે નહી અટકતા સંજય નિરુપમે વધુ એક ટ્વીટમાં લખ્યું કે, મને આશા થે કે પાર્ટીને ગુડ બાય કહેવાનો સમય નહી આવે પરંતુ લીડરશીપ જે પ્રકારે મારી સાથે વર્તન કરે છે, તેનાથી લાગે છે કે હવે તે દિવસ દુર નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!