GSTV
Home » News » ‘પદ્માવત’ના વિરોધ અંગે ભણસાલીએ કહ્યું, લાગી રહ્યું હતું કે મારા સંતાન પર હુમલો થઇ રહ્યો છે

‘પદ્માવત’ના વિરોધ અંગે ભણસાલીએ કહ્યું, લાગી રહ્યું હતું કે મારા સંતાન પર હુમલો થઇ રહ્યો છે

દેશ-વિદેશના બોક્સ ઓફિસ પર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ધૂમ મચાલી રહી છે અને કરોડોની કમાણી કરી રહી છે. ફિલ્મના પ્રદર્શનથી ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી ખુશ જણાઇ રહ્યાં છે. તેમણે એખ ઇન્ટરવ્યુમાં પોતાની ખુશી વ્યક્ત કરી છે. પદ્માવત લાંબા સંઘર્ષ બાદ થિયેટરોમાં રિલિઝ થઇ છે અને બોક્સ ઓફિસ પર સફળ પણ રહી છે. ફિલ્મને દર્શકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે 10 દિવસની અંદર 150 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મને લઇને થઇ રહેલા વિરોધ અંગે ભણસાલીએ કહ્યું કે એવું લાગી રહ્યું હતું કે જાણે મારા સંતાન પર હુમલો થઇ રહ્યો છે અને હું તેને બચાવી રહ્યો છું.

ભણસાલીએ વધુમાં જણાવ્યું કે તેઓ ફિલ્મની રિલિઝથી ખૂબ જ ખુશ છે. આ ખૂબ જ લાંબો સંઘર્ષ હતો. એક વર્ષ બહુ લાંબો સમયગાળો છે. કદાચ દુનિયાના કોઇપણ ખુણામાં ફિલ્મ રિલિઝ કરાવવા માટે આટલો સંઘર્ષ કોઇએ નહી કર્યો હોય. તેવા સમયમાં વ્યક્તિ ધીરજ ગુમાવી દે છે અને પીછેહઠ કરી લે છે. આ કોઇ હિમાલય પર્વસ સર કરવા જેવું કામ છે, જેમાં અનેક તોફાનોનો સામનો કરવો પડે છે. પરંતુ આ બધું એક યાત્રાનો ભાગ છે.

Related posts

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ HDFC બેંક પર 1 કરોડનો દંડ ફટકાર્યો

Mansi Patel

ચોરી કરવા રખાયા હતા માણસો, એ પૈસા વાપરતો હતો આ રીતે

Dharika Jansari

વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઑર્ગેનાઈઝેશન દ્વારા 76 વર્ષનો રેકોર્ડ જાહેર કરાયો, એશિયાના સૌથી વધુ ગરમ સ્થળો બન્યા આ શહેરો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!