GSTV
Home » News » એર સ્ટ્રાઈક પર સંજય લીલા ભણસાલી બનાશે ફિલ્મ, શરૂ થઈ ગયા કાસ્ટિંગના ઓડિશન

એર સ્ટ્રાઈક પર સંજય લીલા ભણસાલી બનાશે ફિલ્મ, શરૂ થઈ ગયા કાસ્ટિંગના ઓડિશન


બોક્સ ઓફિસ પર વિક્કી કૌશલની ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકની બંપર સફળતા બાદ મેકર્સમાં આર્મી બેકડ્રોપમાં સત્ય ઘટનાઓ પર ફિલ્મ બનાવવાની લાઈન લાગી છે. ઉરી આતંકી હુમલા બાદ 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં હુમલો થયો. જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. ટેરર અટેકનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો. 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી. હવે જાણવા મળી રહ્યું છે કે સંજય લીલા ભણસાલી બાલાકોટ એર સ્ટ્રાઈકની કાર્યવાહી પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાલાકોટ એર સ્ટ્રાઈક પર બનવા જઈ રહેલી ફિલ્મ ભણસાલી પોતે ડાયરેક્ટ નહીં કરે પણ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂર હોઈ શકે છે. ફિલ્મના કાસ્ટિંગની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. પ્રોજેક્ટમાં ઘણા A લિસ્ટ એક્ટર્સેએ રસ દર્શાવ્યો છે. જોકે હજી અધિકૃત પુષ્ટી થઈ નથી. તમને જણાવી દઈએ કે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ કમ સે કમ 5 પ્રોડક્સન કંપનીઓના પ્રતિનિધિઓને ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશનનો રૂખ કર્યો હતો.

આવું એટલા માટે કારણ કે તે ફિલ્મનું ટાઈટલ પોતાના માટે રિઝર્વ કરાવી શકે. તેમાં પુલવામાઃ ધ ટેરર અટેક, પુલવામા અટેક વર્સીઝ સર્જિકલ સ્ટ્રાઈક 2.0, સર્જિકલ સ્ટ્રાઈક 2.0, બાલાકોટ જેવા ટાઈટલને પ્રોડક્શન હાઉસે રજીસ્ટર કરવાનો પ્રયત્ન કર્યો છે. હાલ સુધી લગભગ 23 ટાઈટલ ઈમ્પામાં રજિસ્ટર કરાવવામાં આવ્યા છે.

Read Also

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!