GSTV

સુશાંત આત્મહત્યા કેસમાં હવે પોલિસ કરશે આ ફેમસ ડાયરેક્ટરની પુછપરછ, પહેલા ત્રણ ફિલ્મો માટે કર્યો હતો અપ્રોચ અને પછી…

સુશાંત

Last Updated on July 2, 2020 by Arohi

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બાંદ્રા પોલિસ દરેક દિશામાં તપાસ કરી રહી છે. ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે હવે, બાંદ્રા પોલિસે આ કેસમાં ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને સમન્સ પાઠવ્યુ છે. ભણસાલીને પૂછતાછ માટે બોલાવવામાં આવ્યા છે. સુશાંતને લઈને ફિલ્મ આલોચક સુભાષ કે ઝાએ ખુલાસો કર્યો હતો કે સુશાંતને સંજય લીલા ભણસાલીએ તેમની ત્રણ ફિલ્મો માટે અપ્રોચ કર્યો હતો. જેમાં બાજીરાવ મસ્તાની, ગોલિંયો કી રાસલીલા રામલીલા અને પદ્માવત શામેલ હતી. સુભાષ ઝાએ જણાવ્યું હતું કે, જ્યારે સુશાંત સિંહ ફિલ્મ પાનીની તૈયારી કરી રહ્યાં હતા અને તે ન બની શકી. ત્યારે સુશાંતને બાજીરાવ મસ્તાની ઓફર કરવામાં આવી હતી.

સુશાંત અંગે રિયા મહેશ ભટ્ટ પાસેથી લેતી હતી સલાહ

મહેશ ભટ્ટની ઓફિસમાં કામ કરતી સુહતા દાસની એક ફેસબુક પોસ્ટ તાજેતરમાં અત્યંત વાયરલ થઇ રહી છે. જેમાં તેણે એવો ખુલાસો કર્યો છે કે સુશાંત વિશે રિયા ચક્રવર્તી હંમેશાં મહેશ ભટ્ટની  સલાહ લેતી હતી. 34 વર્ષીય સુશાંતસિંહ રાજપૂતે 14મી જુને તેના બાંદ્રા સ્થિત ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી ત્યારથી તેના વિશેની ચર્ચા અને તેના મોત અંગેની વિવિધ અટકળો ચાલું જ રહી છે. તેની આત્મ હત્યાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો છે અને તેઓ તેમાંથી હજી બહાર આવ્યા નથી. સુશાંતના ફેન્સની પણ આ જ હાલત છે. મુંબઈ પોલીસ હજી પણ આ વિષે તપાસ કરી રહી છે અને 27થી વધારે લોકોના નિવેદન લઇ ચુકી છે. બોલીવુડમાં “ભાઈ-ભત્રીજાવાદ”, ડિપ્રેશન અને કામ ના દબાણને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.

સુશાંત

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેન્સ માટે આઘાત સમાન

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેન્સ માટે આઘાત સમાન હતી. સુશાંતના ફેન્સ હજુ સુધી તેમના મોતના આઘાત માંથી બહાર નથી આવ્યા અને હજુ પણ સોશ્યલ મીડિયા પર ભાવુક મેસેજ કરી રહ્યા છે. એવામાં જાણવા મળ્યું છે કે 14 જૂને સુશાંતની આત્મહત્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર તેમના લાખો ફોલોઅર્સ વધી ગયા છે.

Read Also

Related posts

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel

રાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!