GSTV
Home » News » Exclusive : દિપિકાના ફેન્સ માટે ખુશખબર, ભણસાલીએ ફાઇનલ કરી ‘પદ્માવતી’ની રિલિઝ ડેટ

Exclusive : દિપિકાના ફેન્સ માટે ખુશખબર, ભણસાલીએ ફાઇનલ કરી ‘પદ્માવતી’ની રિલિઝ ડેટ

પહેલી જ  ફિલ્મ દ્વારા બોલીવુડમાં પોતાની છાપ છોડનારી અભિનેત્રી દિપિકા પાદુકોણ આજે પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. દિપિકાના ફેન્સ માટે તેના જન્મ દિવસે એક ખુશખબર છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર પદ્માવતીની નવી રિલિઝ ડેટ સામે આવી છે. આ  ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલિઝ થશે તેવા એહાવાલો મળી રહ્યાં છે  આ રિલિઝ ડેટ પર સાંજ સુધીમાં મહોર લાગી જાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે સેન્સર બોર્ડ પાસેથી મંજૂરી મળ્યાં બાદ કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ 9 ફેબ્રુઆરીએ રિલિઝ થશે. જો કે હવે ફિલ્મની નવી રિલિઝ ડેટ 25 જાન્યુઆરી જણાવવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ ડિસ્ટ્રીબ્યુટર સાથે વાત કરી છે.

ભણસાલીએ ડિસ્ટ્રીબ્યુટરને પુછ્યું છે કે શું તેઓ 25 જાન્યુઆરીએ પદ્માવતીની રિલિઝ માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ નવા નામ સાથે રિલિઝ થશે, કારણકે કરણી સેનાએ કહ્યું હતું કે જો ફિલ્મ ‘પદ્માવતી’ના બદલે ‘પદ્માવત’ નામે રિલિઝ કરવામાં આવશે તો તેમને આ ફિલ્મની રિલિઝ સાથે કોઇ સમસ્યા નથી.

કરણી સેનાના આ નિર્ણયને સેન્સર બોર્ડે પણ સ્વીકારી લીધો છે. સેન્સર બોર્ડના કહેવા પર ફિલ્મનું નામ ‘પદ્માવત’ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલિઝ થવાની હતી પરંતુ કરણી સેનાએ તેનો વિરોધ કરતાં આ ફિલ્મ રિલિઝ થઇ શકી ન હતી.

Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah

બોયફ્રેન્ડ સાથે પકડાઈ નવવધુ, ગામલોકોએ પકડી બંનેના નાક કાપી નાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!