GSTV
Home » News » દિપિકા-રણવીર સાથે  સંજય લીલા ભણસાલી લઇને આવશે વધુ એક ફિલ્મ

દિપિકા-રણવીર સાથે  સંજય લીલા ભણસાલી લઇને આવશે વધુ એક ફિલ્મ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત બોક્સઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. એત અઠવાડિયાની અંદર જ આ ફિલ્મે અનેક રેકોર્ડ્સ તોડી નાંખ્યાં હતા. આ ફિલ્મનો દેશભરમાં સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. દેશ-વિદેશમાં આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. આ બધા વચ્ચે ફિલ્મની સક્સેસ બાદ સંજય લીલા ભણસાલીએ દિપિકા અને રણવીર માટે કંઇક એવું કહ્યું કે તેનાથી તેમના ફેન્સ ખુશ થઇ જશે.

બોલીવુડની યંગેસ્ટ જોડી સંજય લીલા ભણસાલી સાથે તેમની ચોથી ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે. આ અંગે ભણસાલીએ જ સંકેત આપ્યાં હતાં. અગાઉ રણવીર અને દિપિકા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલીયોં કી રાસલીલા-રામલીલા’, ‘બાજીરાવ-મસ્તાની’ અને ‘પદ્માવત’માં સાથે જોવા મળ્યાં હતાં. તેમની આ ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

એક ઇન્ટરવ્યુમાં સંજય લીલા ભણસાલીએ કહ્યું કે, દિપિકા ખૂબ જ મહેનતી છે. તેની એક્ટિંગ એફર્ટલેસ હોય છે. હું દિપિકા માટે આગામી ભુમિકા વિચારી રહ્યો છું. તેની સાથે કામ કરવું શ્રેષ્ઠ છે કારણ કે તે પોતાનું કામ ખૂબ જ ઇમાનદારી થી કરે છે જે તેને અન્યો કરતાં જુદી પાડે છે. હું ભવિષ્યમાં પણ તેની સાથે કામ કરવા માંગુ છું.

રણવીર સિંહ અંગે સંજય લીલા ભણસાલીએ કહ્યું કે હું જેટલો રણવીરને સમજુ છું તેટલો કોઇ સમજી ન શકે. મારા અને રણવીર વચ્ચે અદભુત કેમેસ્ટ્રી છે. મને ખબર છે કે રણવીરને કેવી રીતે ડાયરેક્ટ કરવો જોઇએ જેથી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન પડદા પર દેખાય. તેનામાં ખૂબ જ એનર્જી છે. હું મારા કામ પર ખૂબ જ રિસર્ચ કરૂ છું અને રણવીરને સમજાવી દઉં છું તે પછી બાકીનું કામ તેની જાતે જ કરી લે છે. નિશ્વિતરૂપે તેની સાથે મારી આ અંતિમ ફિલ્મ નથી.

Related posts

દિવાળીના પર્વ પર સરકારનું બોનસ, શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની કરાશે ભરતી

pratik shah

એ વાત કોઈ નથી જાણતું કે પ્રભાસ બાહુબલીનું શૂટિંગ કરતાં કરતાં ભીખારી જેવો બની ગયો હતો

Mayur

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!