GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સલમાન સાથે ફરી રોમાન્સ કરતી જોવા મળશે ઐશ્વર્યા, આ ફિલ્મમાં સાથે ચમકશે

salman-aish2

૧૯૯૯માં રીલિઝ થયેલી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’નો બીજો હિસ્સો બનાવાની તૈયારી ભણશાલી કરી રહ્યો છે. આ ફિલ્મ માટે તેણે સલમાન ખાનને સાઇન કરી લીધો છે. ફિલ્મની અભિનેત્રી તરીકે રોજ નવા નામ ચર્ચાઇ રહ્યા છે, જેમાં હવે ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ બોલાઇ રહ્યું છે. 

મીડિયા રિપોર્ટસને સાચું માનીએ તો, સંજય ભણશાલી ‘દિલ દે ચુકે સનમ ટુ’માં સલમાન ખાન સાથે ઐશ્વર્યા રાયને લેવા ઇચ્છે છે. જો બધુ સમુસુથરું પાર પડશે તો આ જોડી ફરી સાથે જોવા મળસે.

ચર્ચા તો એવી છે કે, ભણશાલી પોતે જ ઐશ્વર્યાના ઘરે  આ ઓફર લઇને જવાનો છે. જોકે ભણશાલીએ આ વાતને સમર્થન આપ્યું નથી. ઐશ્વર્યા આ ફિલ્મમાં સલમાન સાથે કામ કરવા રાજી થાય છે કે નહીં તે જોવું રહ્યું. પરંતુ ઐશ્વર્યાને નજીકથી ઓળખતા લોકોનું માનવું છે કે, તે સલમાન સાથે કામ કરવા તૈયાર થશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ‘હમ દિલ દે ચુકે સનમ ‘ ફિલ્મના શૂટિંગ વખતે સલમાન -ઐશ્વર્યાનો પ્રેમ પરવાન ચડયો હતો. સેટ પર આ યુગલને જોઇને લોકો એમ જ કહેતા હતા કે બન્ને એકબીજા માટે જ સર્જાયા હતા. પરંતુ આ ફિલ્મ બાદ સલમાન અને ઐશ્વર્યાના સંબંધમાં  એવી  તિરાડ પડી કે, ઐશ્વર્યા સલમાનને દરેક વખતે ઇગ્નોર કરતી રહી.બન્નેના બ્રેકઅપ બાદ પણ સલમાનની હરકતોથી ઐશ્વર્યા કંટાળી ગઇ હતી. 

Read Also

Related posts

હાર્દિક પંડ્યાએ ચેલેન્જ પૂરી કરી, પુશ-અપ જોઇને કોહલી પણ રહી ગયો દંગ

Harshad Patel

સોનું ગીરવે મૂકીને લોન લેવી હવે અત્યંત સરળ છે, પણ સાથે આટલી સાવધાની રાખો નહીંતર છેતરાશો

Dilip Patel

કોહલીએ છોડવુ પડી શકે છે કેપ્ટન પદ, આ એક ભૂલથી મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો વિરાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!