GSTV
Gujarat Government Advertisement

ગંગૂબાઈ કાઠિયાવાડી ટીઝર રીલિઝઃ ‘મૈં ગંગૂબાઈ… કુંવારી આપને છોડા નહી, શ્રીમતિ કિસીને બનાયા નહીં’… આલિયાનો આવો છે દમદાર રોલ

એક્ટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટનો દમદાર અવતાર જોવા મળ્યો છે. આ ફિલ્મમાં આલિયા ખૂબજ અલગ અંદાજમાં આવનારી છે. ફિલ્મ માટે આલિયાએ પોતાના હાવ ભાવ અને ટોન ઉપર ખૂબજ મહેનત કરવી પડી છે. જે ટીઝરમાં ખૂબ જ સાફ દેખાઈ રહી છે.

Gujarat Government Advertisement

ગંગુબાઈના કિરદાર માટેનો જુસ્સો સ્પષ્ટ વર્તાયો

1 મિનિટ 31 સેકન્ડના આ ટીઝર વિડિયોમાં આલિયા ભટ્ટ સંપૂર્ણ રીતે છવાઈ ગઈ છે. ટ્રેલરની શરૂઆતમાં વોઈસ ઓવરથી થાય છે. એમાં કહેવાય છે કે કમાઠીપુરામાં ક્યારેય અમાવસની રાત નથી હોતી કારણ કે ક્યાં ગંગુ રહે છે. ટીઝરમાં આલિયા ભટ્ટની એન્ટ્રી પણ જબરદસ્ત દેખાઈ ગઈ છે. તે કહે છે કે ગંગૂ ચાંદ હતી અને ચાંદ રહેશે. ફિલ્મ આલિયાના જેસ્ચર પણ ખૂબજ અપિલિંગ છે. ગંગુબાઈના રોલ માટે જે હિંમત તાકાત, ગુસ્સો અને નિડરતા જોઈએ તે આલિયામાં કિરદારમાં સ્પષ્ટ નજર આવે છે.

આવા ડાયલોગથી છવાઈ ગઈ છે આલિયા

ટીઝરમાં આલિયાએ એકથીવધીને એક ડાયલોગ બોલી છે. ઈજ્જતથી જીવવા માટે કોઈનાથી ડરવાનું નહીં. ન પોલીસથી ન એમએલએથી ન મંત્રીથી, કોઈના બાપથી નહીં ડરવાનું. જમીન પર બૈઠી બહુત અચ્છી લગરહી હૈ, તું આદત ડાલ દે…કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં. જેવા ડાયલોગ બોલ્યા તે ખૂબજ દમદાર છે. આલિયા ખૂબજ એક્સ્પ્રેસિવ નજર આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!