GSTV
Home » News » ભાજપના સાંસદ સંજય જયસ્વાલના બગડ્યા બોલ, રાહુલ ગાંધી વિશે વિવાદિત ટિપ્પણી કરતા હોબાળો

ભાજપના સાંસદ સંજય જયસ્વાલના બગડ્યા બોલ, રાહુલ ગાંધી વિશે વિવાદિત ટિપ્પણી કરતા હોબાળો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભા ભારે હંગામો થયો. જો કે આ દરમિયાન એક સાંસદ લોકસભામાં એવું નિવેદન આપ્યું કે જેના પર વિવાદ થઈ ગયો છે. બિહારથી ભાજપના સાંસદ સંજય જયસ્વાલે ગૃહમાં ચાણક્યનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. બિહારના પશ્ચિમી ચંપારણથી ભાજપના સાંસદ સંજય જયસ્વાલે કહ્યું કે 2000 વર્ષ પહેલાં ચાણક્યએ કહ્યું હતું કે વિદેશી માતાથી જન્મેલું બાળક ક્યારેય રાષ્ટ્રભક્ત ન હોય શકે.

તેમનું ભાષણ પૂરું કરી દેવામાં આવ્યું

તેના માટે તેની જેટલી પણ ટીકા થાય તે ઓછી છે. જે સમયે સંજય જયસ્વાલ ગૃહમાં નિવેદન આપી રહ્યાં હતા ત્યારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ, અર્જુન મેઘવાલ, ગિરિરાજ સિંહ પણ તેમની તરફ જોઈ રહ્યાં હતા અને સમર્થન આપી રહ્યાં હતા. જો કે સંજય જયસ્વાલના વિવાદિત નિવેદન કારણે તેમનું ભાષણ પૂરું કરી દેવામાં આવ્યું હતું.

 રાજનાથ સિંહે રાહુલ ગાંધીને માંફી માંગવા કહ્યું

તો રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહે આક્રમક રીતે રાહુલ ગાંધીને સાંસદમાં રહેવાનો કોઈ હક્ક નથી તેવી પ્રતિક્રિયા આપી. રાજનાથ સિંહે કહ્યું કે આવી ભાષાનો ઉપયોગ કરનારા સભ્યને સાંસદ બની રહેવાનો કોઈ અધિકાર નથી. ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું કે શું આ ગૃહમાં એવા લોકો પણ ચૂંટાઈને આવે છે જેવો આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે.

રાજનાથે કહ્યું કે અમારી પાર્ટીના કેટલાંક લોકો પણ અપશબ્દો બોલ્યા હતા. તો અમે તેઓને બોલાવીને ખેદ વ્યક્ત કર્યો. ત્યારે કોંગ્રેસના આટલા સીનિયર નેતા આવા નિવેદનો આપે તો તેઓએ ગૃહમાં આવીને કેમ માફી ન માગવી જોઈએ. લોકસભામાં થયેલા ભારે હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસા વચ્ચે જોવા મળ્યુ કોમી એકતાનું ઉદાહરણ, મુસ્લિમોએ માનવ સાંકળ રચી આ રીતે દર્શાવી એકતા

Arohi

ઉદ્યોગોને કારણે રોજગારી મળે છે તેવા વાઈબ્રન્ટ તાયફાનો ફૂગ્ગો ફૂટી ગયો, સાડા ચાર લાખ બેરોજગારો

Mayur

25 ધારાસભ્યોએ મળી રૂપાણી સરકારને હચમચાવવા ઘડ્યો માસ્ટરપ્લાન, પણ પરેશ ધાનાણીએ જ ઠંડુ પાણી રેડી દીધું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!