GSTV

બોલીવૂડ અભિનેતા સંજય દતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં

બોલિવૂડ અભિનેતા સંજય દત્તને હાલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ આવી રહી છે. જે બાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.

સંજય દત્તનો કોરોના રિપોટ નેગેટિવ આવ્યો

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, સંજય દત્તનો કોરોના રિપોટ નેગેટિવ આવ્યો છે.જણાવી દઈએ કે, આ અગાઉ અમિતાભ બચ્ચન અને તેમના પરિવારામં પણ કોરોના થયો હતો. અમિતાભ ઉપરાંત અભિષેક, એશ્વર્યા રાય બચ્ચન અને દિકરી આરાધ્યા બચ્ચનને પણ કોરોના થયો હતો. જોકે સારી વાત એ છે કે, હવે આ લોકો સાજા થઈ ગયા છે અને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

સંજય દત્ત આ સમયે પરિવારથી દૂર

જણાવી દઈએ કે સંજય દત્ત આ સમયે પરિવારથી દૂર છે. લોકડાઉન દરમિયાન માન્યતા બન્ને બાળકો શહરાન અને ઇકરા સાથે દુબઇમાં છે. સંજય દત્ત છેલ્લા ઘણા સમયથી તેના પરિવારને મિસ કરી રહ્યો છે. તેઓએ સોશ્યલ મીડિયા પર પરિવાર સાથે ફોટા મૂકીને પણ તેમની લાગણી વ્યક્ત કરી હતી. થોડા દિવસો પહેલા તેણે પત્ની માન્યતાને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. અત્યારે ચિંતા કરવાની બહુ જરૂર નથી કારણ કે અભિનેતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

READ ALSO

Related posts

હાર્દિક પટેલને મોટો ઝટકો : ગુજરાત બહાર જવાની અરજીમાં સેશન્સ કોર્ટે લીધો આ નિર્ણય, 3 મહિના માટે માગી હતી આ પરમીશન

pratik shah

કૌભાંડ/ આરોગ્ય વિભાગનું મોટું કૌભાંડ, લાયસન્સ રદ્દ થયેલી ફાર્મસી પાસેથી ઔષધોની ખરીદી કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

pratik shah

ગુજરાત વિધાનસભાની 8 બેઠક પરની પેટાચૂંટણી અંગે મોટા સમાચાર, આ તારીખે યોજાશે બેઠક

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!