GSTV
Home » News » સંજય દત્તની ફિલ્મનો આ દિવાળી સીન આજે પણ છે લોકોની પહેલી પસંદ

સંજય દત્તની ફિલ્મનો આ દિવાળી સીન આજે પણ છે લોકોની પહેલી પસંદ

ફિલ્મો સમાજનો અરીસો માનવામાં આવે છે અને બોલીવૂડ ફિલ્મોમાં તમામ એવા સીક્વેન્સ હોય છે જેને તહેવારોની આસપાસ શૂટ કરવામાં આવે છે. તેમાથી કેટલાંક સીક્વેન્સ એવા પણ હોય છે જે આજે પણ લોકોના ફેવરેટ હોય છે. એમાનો એક સીન કે જે 1990મા આવેલી સંજય દત્તની ફિલ્મ વાસ્તવઃ ધ રિયલિટી નો જે આજે પણ લોકોનો ફેવરેટ સીન છે.

આ સીનમાં ખોટા રસ્તા પર ચાલી રહેલો સંજય દત્તનો રોલ લાંબા સમય બાદ પોતાના ઘરે પાછો આવતો હોય છે અને સમય છે દિવાળીનો તેની ચોલની બહાર ખૂબ જ આતિશબાજી થઈ રહી છે. દરેક લોકો ખુશીથી દિવાળી મનાવી રહ્યાં છે અને આ વચ્ચે એમ્બેસડર ગાડીથી સંજય દત્તની એન્ટ્રી થાય છે. તેને મુંબઈના અંડરવર્લ્ડની હવા લાગી ગઈ છે અને તેની બોલીથી લઈ લુક બધુ જ બદલી ગયુ છે.

संजय दत्त

રધુ જ્યારે ઘરે ઘુસે છે તો તેને ખૂબ જ નીરસ રિએક્શન આપે છે. રઘુ પોતાની મા અને પિતાને મોંધા ગિફ્ટ આપે છે જે તેના માટે લાવે છે. જ્યારે રધુની મા તેના ગળામાં લટકેલી મોટી સોનાની ચેન તરફ જોવે છે તો રઘુ પોતાની મા પર હસવા લાગે છે અને કહે છે તે શું જોઈ રહી છો અસલી છે, 50 તોલા છે 50 તોલા. કેટલુ 50 તોલા 50 તોલા. સંજય દત્તની આ ફિલ્મનો સિન ખૂબ જ લોકપ્રિય થયો હતો.

કેટલુ હતુ ફિલ્મનું બજેટ

તેમની ફિલ્મનો આ સીન આજે પણ લોકપ્રિય છે. જણાવી દઈએ કે ફિલ્મ વાસ્તવ સંજય દત્તની એવરગ્રીન ફિલ્મોમાંથી એક છે. મહેશ માંજરેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું બજેટ 41 કરોડ રૂપિયા હતુ. ફિલ્મમાં સંજય દત્ત સિવાય નમ્રતા શિરોદકર, રીમા લાગૂ અને શિવાજી સતમે મહત્વના રોલ નિભાવ્યા હતા.

READ ALSO

Related posts

કંટેસ્ટેન્ટે અમિતાભ બચ્ચનને કરી રિક્વેસ્ટ, મારા વાછરડાનું નામકરણ કરી દો

Kaushik Bavishi

લ્યો બોલો! મલાઇકાના આવ્યાં આવા દિવસો, મોંઘીદાટ કાર છોડીને ઑટો રિક્ષાની કરવી પડે છે સવારી

Bansari

શિલ્પા શેટ્ટીએ આલિયા ભટ્ટને ‘પાણીપુરી’ તો વિક્કી કૌશલને કહ્યું ‘દુધી’, જાણો શું છે આખી ઘટના

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!