GSTV
Home » News » અચ્છા… તો આ કારણે આજ સુધી ‘ધ કપિલ શર્મા’ શોમાં ન આવ્યા સંજય દત્ત!

અચ્છા… તો આ કારણે આજ સુધી ‘ધ કપિલ શર્મા’ શોમાં ન આવ્યા સંજય દત્ત!

સંજય દત્ત પોતાની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ના પ્રમોશનમાં બહું વ્યસ્ત છે, ફિલ્મના પ્રમોશન દરમિયાન સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પણ સાથે જોવા મળે છે. આ ફિલ્મ દ્વારા સંજય દત્ત લાંબા સમય પછી એક્ટિંગ કરતા જોવા મળશે.

ફિલ્મના પ્રમોશન માટે આ વીકેન્ડમાં સંજય દત્ત પત્ની અને ફિલ્મની આખી ટીમ સાથે ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળશે. શોના એપિસોડનો પ્રોમો સોની ટીવીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

શોમાં સંજય દત્તે માન્યાતા સાથે જબરજસ્ત એન્ટ્રી કરી છે. શોમાં સંજય દત્ત કપિલ શર્મા સાથે બહુ ખુશ દેખાઈ રહ્યો છે. જેમાં કપિલ પૂછે છે કે, પાજી બહુ મોડું કરી દીધું તમે આવવામાં. તો જવાબમાં સંજય દત્ત જણાવે છે કે, નક્ષત્રો સેટ નહોતાં થતાં, જ્યારે તમે શોમાં હતા ત્યારે હું અંદર હતો અને જ્યારે હું બહાર આવ્યો ત્યારે તમારો શો બંધ થઈ ગયો.

આ સાંભળી શોમાં હાજર બધાં જ જોર-જોરથી હસવા લાગ્યાં.

શો દરમિયાન કપિલ શર્માએ માન્યતા દત્તને પૂછ્યું, “મેડમ ક્યારેય એવું થયું કેમ તમે સેટ પર ગયાં હોય અને ત્યાં જઈને જોવા મળે કે, સંજય બાબા કોઇ ફેનને જાદુની જપ્પી આપી રહ્યા હોય, પછી તમે તેમને ગુસ્સામાં ઠપકો આપ્યો હોય.” માન્યતાએ કપિલના આ સવાલનો જવાબ તો ન આપ્યો, પરંતુ કપિલે આગળ જણાવ્યું કે, મારાવાળી તો જબરજસ્ત ક્લાસ લઈ લે છે મારો.

ફિલ્મ ‘પ્રસ્થાનમ’ માં સંજય દત્ત સાથે મનીષા કોઈરાલા જોવા મળશે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બર 2019ના રોજ રિલીઝ થશે.

Related posts

રીક્ષામાથી બાળકી પટકાતા મોત, ચાલકે ટાયર ચડાવી દીધુ હતું પથ્થર પર

Nilesh Jethva

ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું

Nilesh Jethva

ગુજરાત સરકારની ફરી મુશ્કેલી વધશે, મહેસુલ બાદ આ વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!