GSTV

સંજય દત્તના ઘરે પહોંચ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, વાયરલ થઈ રહી છે તસ્વીરો

સંજય દત્ત

બોલિવૂડના અનુભવી એક્ટર સંજય દત્તને થોડા સમય અગાઉ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનો કોરોના રિપોર્ટ તો નેગેટિવ આવ્યો હતો પરંતુ તેને કેન્સર હોવાનું બહાર આવ્યું હતું તેને ફેફસાનું કેન્સર છે અને તે હાલમાં ત્રીજા સ્ટેજમાં છે. આ માટે સંજય દત્ત અમેરિકા સારવાર લેવા જવાનું વિચારે છે.

બોલિવુડની હસ્તીઓ સંજય દત્તના ઘરે પહોંચ્યા

બોલિવૂડની હસ્તીઓ સંજય દત્તને મળવા માટે તેની નિવાસે પહોંચી ગઈ છે. તેમાં હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો પણ સમાવેશ થયો છે. ફોટોગ્રાફર યોગેન શાહે તેના ઇસ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો છે તેમાં રણબીર કપૂર કાર ચલાવી રહ્યો છે તો અન્ય એક તસવીરમાં રણબીર અને આલિયા ભટ્ટ બરાબર સંજય દત્તના ઘરની બહાર જ જોવા મળે છે.

આ લુકમાં જોવા મળ્યા રણબીર આલિયા

ફોટોમાં રણબીર બ્લૂ જીન્સ અને જેકેટમાં છે તો આલિયાએ ગ્રે કલરનું ટી શર્ટ પહેરેલું છે. સંજય દત્તે જાહેર કર્યું હતું કે તે મેડિકલ સારવાર માટે બ્રેક લઈ રહ્યો છે. હું વહેલો પરત ફરવાનો છું.

Read Also

Related posts

લોકડાઉનમાં 1 કરોડથી વધારે મજૂરો વતન ચાલીને જવા થયા મજબુર, સંસદમાં ઉઠ્યો પ્રશ્ન

Mansi Patel

ચીન શસ્ત્રો મુદ્દે અમેરિકા સાથે ઉતર્યું સ્પર્ધામાં, આ આધુનિક ફાઈટર વિમાન કરી રહ્યું છે તૈયાર

Mansi Patel

ગુજરાતમાં રૂપાણી સરકાર રોકશે ગુંડાગીરી/ વિધાનસભામાં પાસ થયુ ગુંડા એક્ટ બિલ, પોલીસને મળશે વધુ પાવર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!